‘માં તે માં’ : નદીમાં ડૂબી રહ્યું હતું હાથીનું બચ્ચું, માતાએ કંઈક આવી રીતે પોતાનો જીવ જોખમમાં મૂકી બચાવ્યું, જુઓ વીડિયો

‘મા તે મા બીજા બધા વગડાના વા’ આ કહેવત સમગ્ર જીવની માતા માટે લાગુ પડે છે. એક વાર મા બન્યા પછી તેનું બાળક જ તેની પુરી દુનિયા હોય છે, પોતાના બાળકના જીવન અને સુરક્ષા માટે એક મા કોઈપણ હદ સુધી જઈ શકે છે, પછી ભલે પોતાનો જીવ પણ જોખમમાં કેમ મુકાઈ ગયો ન હોય ! પ્રકૃતિએ દરેક પ્રજાતિમાં દરેક માંને આવી જ બનાવી છે જે પોતાના બાળક માટે કંઈપણ કરવા માટે તૈયાર હોય છે. ધરતી પર આનાથી સુંદર બીજો કોઈ જ સબંધ ન હોઈ શકે!

આવુ જ ઉદાહરણ તાજેતરમાં જ હાથીમાં પણ જોવા મળ્યું છે. જ્યા માદા હાથી પોતાના બચ્ચાને બચાવવા માટે પોતાનો જીવ પણ જોખમમાં મૂકી દે છે. આ સુંદર વિડીયો આઇપીએસ અધિકારી પરવીન કાસવનાએ પોતાના ટ્વીટર પર શેર કર્યો છે અને કેપશનમાં લખ્યું કે,”આ વીડિયોમાં માદા હાથી પોતાના બચ્ચાને બચાવી રહી છે, આ અત્યાર સુધીનો બેસ્ટ વિડીયો છે જેને તમે આજે જોશો”.

વીડિયો બંગાળના નાગરકાટાનો છે, જ્યા હાથીઓનું ટોળું એક સાથે નદીને પાર કરતું જોવા મળે છે. આ ટોળામાં એક બચ્ચું પણ હોય છે જે ખુબ જ નાનું છે. એવામાં પાણીના પ્રવાહમાં તેના  પગ ડગી જાય છે અને તે પાણીમાં તણાવા લાગે છે. એવામાં બચ્ચાંની મા તરત જ બચ્ચા પાસે આવે છે અને તેને ફરીથી પગ પર ઉભો કરવા માટે કોશિશ કરે છે, છતાં પણ કોશિશ નાકામ રહેતા અંતે માં બચ્ચાંને પોતાની સૂંઢ વડે ઉઠાવે છે અને કિનારા પર લઇ જાય છે.આ ક્યૂટ વીડિયોને હજારો વાર જોવામાં આવી ચુક્યો છે અને લોકો તેને ‘માં ની મમતા’ જણાવી રહ્યા છે.

Krishna Patel