અચાનક રોડ પર આવી ગયું હાથીઓનું ટોળું, સાઇકલ લઈને જતા યુવકને જોઈને પાછળ પડ્યું અને પછી યુવકના થયા એવા હાલ કે…. જુઓ

સાઇકલ લઈને રસ્તા પરથી પસાર થઇ રહ્યો હતો યુવક, ત્યારે જ બાજુમાંથી આવ્યું હાથીઓનું ટોળું, એક હાથી પડી ગયો સાઇકલ સવાર પાછળ અને પછી… જુઓ વીડિયો

Elephant chased the cyclist : સોશિયલ મીડિયામાં રોજ અજીબો ગરીબ ઘટનાઓના ઘણા બધા વીડિયો સામે આવતા હોય છે. કેટલાક વીડિયોની અંદર કેમેરામાં કેટલીક એવી એવી ઘટનાઓ કેદ થઇ જતી હોય છે જેની આપણે કલ્પના પણ ના કરી હોય. સોશિયલ મીડિયામાં પ્રાણીઓને લગતા પણ ઘણા બધા વીડિયો સામે આવે છે, જેમાં પણ હાથીના વીડિયોને જોવાનું લોકો ખુબ જ પસંદ કરતા હોય છે. હાલ હાથીઓને લગતો એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

હરદ્વારમાં હાથીઓનો આતંક :

હાથી આમ તો ખુબ જ શાંત પ્રાણી છે. પરંતુ જયારે તે ગુસ્સે થાય છે ત્યારે જોવા જેવી થઇ જાય છે. લોકો પોતાનો જીવ બચાવીને પણ ભાગતા જોવા મળે છે.  ઉત્તરાખંડના હરિદ્વાર શહેરમાં ફરી એકવાર હાથીઓના ટોળાએ લોકોમાં ગભરાટ ફેલાવ્યો છે. સદનસીબે, હાથીઓનું ટોળું કોઈ જાન-માલને નુકશાન કર્યા વિના જંગલમાં પાછું ફર્યું. જો કે, ટોળામાંનો એક હાથી સાઇકલ સવાર પર હુમલો કરવા જોવા મળ્યો હતો. પરંતુ તે ભાગી ગયો હતો.

સાઇકલ સવાર પાછળ પડ્યો હાથી :

આ ચોંકાવનારી ઘટના હરિદ્વારના પાથરી વિસ્તારના મિસરપુરની છે. ગુરુવારે સવારે હાથીઓનું ટોળું રસ્તા પર આવી ગયું હતું. સાયકલ સવાર યુવાનનો જીવ બચી ગયો હતો. સદ્નસીબે હાથી સાઇકલ સવારની પાછળ ન દોડ્યો. હાથીઓના ટોળામાંથી બચવાનો પ્રયાસ કરતી વખતે એક સાઇકલ સવાર હાથીની નજીક પડ્યો હતો. જેમ જેમ ટોળામાંથી એક હાથી સાયકલ સવાર તરફ આગળ વધવાનો હતો, ત્યારે લોકોએ બૂમો પાડી. લોકોનો અવાજ સાંભળીને હાથી જંગલ તરફ પાછા ફર્યા.

વાયરલ થયો વીડિયો :

રસ્તા પર હાથીઓના ટોળાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે લોકોને પણ હેરાન કરી રહ્યો છે. આ વીડિયોને જોઈને શહેરમાં પણ ગભરાહટનો માહોલ છે. વીડિયો પર ઘણા લોકો પોતાના પ્રતિભાવ પણ આપી રહ્યા છે. તમને જણાવી દઈએ કે છેલ્લા એક મહિનાથી હાથીઓ સતત મિસરાપુર પહોંચી રહ્યા છે. સ્થાનિક લોકો અને હાથીઓના ટોળા વચ્ચે ઘણી વખત સામ-સામે આવી છે, પરંતુ કોઈ જાનહાનિના અહેવાલ નથી.

Niraj Patel