ચૂંટણી પંચે જાહેર કર્યો ઈલેક્ટોરલ બોન્ડનો ડેટા, રાજકીય પાર્ટીઓને દાન આપનારમાં આ ગુજરાતી કંપનીઓના નામ બહાર આવ્યા,જાણો તમામ વિગત

ટાટા-અંબાણી-અદાણી નહિ, આ છે રાજકીય પક્ષોને ચૂંટણીમાં ચંદો આપનારા ડોનર્સની યાદી…

ચૂંટણી પંચે 14 માર્ચ ગુરુવારે ચૂંટણી બોન્ડ અંગે SBI તરફથી પ્રાપ્ત ડેટા અપલોડ કર્યો હતો. ચૂંટણી પંચને સુપ્રીમ કોર્ટ તરફથી 15 માર્ચે સાંજે 5 વાગ્યા પહેલા વિગતો જાહેર કરવા સૂચના મળી હતી. સુપ્રીમ કોર્ટના નિર્દેશોને અનુસરીને SBIએ 12 માર્ચે ચૂંટણી પંચને ઇલેક્ટોરલ બોન્ડ્સ સંબંધિત ડેટા પ્રદાન કર્યો હતો. ચૂંટણી પંચે SBI દ્વારા આપવામાં આવેલા ઇલેક્ટોરલ બોન્ડની માહિતી બે ભાગમાં રાખી છે.

જે કંપનીઓએ ઈલેક્ટોરલ બોન્ડ ખરીદ્યા છે તેમાં ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ, મેઘા એન્જિનિયરિંગ, પિરામલ એન્ટરપ્રાઈઝ, ટોરેન્ટ પાવર, ભારતી એરટેલ, ડીએલએફ કોમર્શિયલ ડેવલપર્સ, વેદાંતા લિમિટેડ, એપોલો ટાયર્સ, લક્ષ્મી મિત્તલ, એડલવાઈસ, પીવીઆર, કેવેન્ટર, સુલા વાઇન, વેલસ્પન અને સન ફાર્મા સામેલ છે. ખાસ વાત એ છે કે ઈલેક્ટોરલ બોન્ડ ખરીદનારી કંપનીઓમાં અદાણી, ટાટા અને અંબાણી જેવા નામ સામેલ નથી.

ચૂંટણી બોન્ડ કેશ કરાવનાર પાર્ટીઓમાં BJP, Congress, AIADMK, BRS, શિવસેના, TDP, YSR કોંગ્રેસ DMK, JDS, NCP, TMC, JDU, RJD, AAP અને સમાજવાદી પાર્ટીનો સમાવેશ થાય છે. મોદી સરકારે 2018માં ચૂંટણી બોન્ડ યોજના શરૂ કરી હતી. ત્યારે સરકારે દલીલ કરી હતી કે આનાથી રાજકીય પક્ષોને મળતા ભંડોળમાં પારદર્શિતા આવશે. તેને રાજકીય પક્ષોને આપવામાં આવતા રોકડ દાનના વિકલ્પ તરીકે જોવામાં આવતું હતું.

ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમ દ્વારા એવા રાજકીય પક્ષો દાન હાંસિલ કરી શકે છે જે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની ધારા 29એ અંતર્ગત રજિસ્ટર્ડ છે અને છેલ્લા લોકસભા કે વિધાનસભા ચૂંટણીમાં એક ટકાથી વધારે વોટ મળ્યા છે. સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડને ગેરબંધારણીય અને RTI વિરુદ્ધ ગણાવીને રદ કર્યા હતા. સાથે જ સુપ્રીમ કોર્ટે SBI બેંકને આદેશ આપ્યો હતો કે જે ચૂંટણી બોન્ડ્સ જારી કરે છે, તે યોજના ચાલુ રહે ત્યાં સુધી એપ્રિલ 2019થી ચૂંટણી પંચને પક્ષો દ્વારા પ્રાપ્ત દાન વિશે માહિતી પ્રદાન કરે. કોર્ટે ચૂંટણી પંચને તેની વેબસાઈટ પર આ માહિતી પ્રકાશિત કરવા કહ્યું હતું.

Shah Jina