“કોઈ લડકી હે…” ગીત પર આ દાદાએ કર્યો એવો જબરદસ્ત ડાન્સ કે લોકો પણ તેમના ફેન બની ગયા, જુઓ વીડિયો

ડાન્સિંગ દાદાએ જીત્યા દિલ, શાહરુખ ખાનના ગીત પર દાદાને ડાન્સ કરતા જોઈને ફિદા થઇ ગયા યુઝર્સ, 60 લાખ કરતા વધુ લોકોએ જોયો વીડિયો, જુઓ

Old Man Dance Koi ladaki he song : સોશિયલ મીડિયામાં રોજ ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે, જેમાં ઘણા ડાન્સ વીડિયો પણ હોય છે. ઘણીવાર નાના બાળકોના ડાન્સ લોકોને જોવા ખુબ જ પસંદ આવે છે તો ઘણીવાર કોઈ વૃદ્ધ ડાન્સ કરતું હોય તો પણ તે લોકોના દિલ જીતી લેતા હોય છે. ત્યારે હાલ એવા જ એક દાદાનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે એક બોલીવુડના ગીત પર ડાન્સ કરી રહ્યા છે અને લાખો લોકો તેમના વીડિયો જોઈને પ્રભાવિત પણ થઇ ગયા છે.

દિલ તો પાગલ હે ના ગીત પર ડાન્સ :

શાહરૂખ ખાનની ફિલ્મ ‘દિલ તો પાગલ હૈ’ યાદ છે? લોકોને આજે પણ આ સુપરહિટ ફિલ્મ ઘણી પસંદ છે. તેમજ તેનું હિટ ગીત ‘કોઈ લડકી હૈ’ આજે પણ લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે. જેમાં શાહરૂખ ખાન, માધુરી દીક્ષિત અને કરિશ્મા કપૂરે અદ્ભુત ડાન્સ કર્યો હતો. હવે તેના પર એક કાકા દ્વારા એક રીલ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શૂટ કરવામાં આવ્યો છે, જે વાયરલ થઈ રહ્યો છે. તેમની શાનદાર સ્ટાઈલ દરેકને પસંદ આવી રહી છે.

દિલ ખોલીને દાદાએ કર્યો ડાન્સ :

વાયરલ ક્લિપમાં જોઈ શકાય છે કે વૃદ્ધ વ્યક્તિ શાહરૂખના ગીત પર ડાન્સ કરી રહ્યા છે. બેકગ્રાઉન્ડમાં તેમના મિત્રો તેમને ચીયર કરતા જોવા મળે છે. તમે દાદાને આ વીડિયોમાં દિલ ખોલીને ડાન્સ કરતા જોવાનો આનંદ માણશો. આટલું જ નહીં તેમનું સુંદર સ્મિત જોઈને તમારું દિલ ગાર્ડન ગાર્ડન થઇ જશે. તેમને જોઈને એમ કહેવું ખોટું નહીં હોય કે જીવન દરેક યુગમાં મુક્તપણે જીવવું જોઈએ. આનાથી ઘણી વસ્તુઓ સરળ લાગે છે.

 

View this post on Instagram

 

A post shared by Vijay Kharote (@kharotevijay)

60 લાખથી વધુ લોકોએ જોયો વીડિયો :

આ અદ્ભુત ડાન્સ વીડિયો વિજય ખારોટે (@kharotevijay) દ્વારા 1 જુલાઈના રોજ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. તેમણે કેપ્શનમાં લખ્યું “વરસાદ આગળ છે.” તેને અત્યાર સુધીમાં 60 લાખથી વધુ વ્યૂઝ અને 4 લાખ 70 હજારથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. તેમજ યુઝર્સ કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એકે લખ્યું  “તમે હંમેશા ખુશ રહો. બીજાએ લખ્યું- ઝિંદગી ઝિંદાબાદ, જો જિયા વો હી સિકંદર.

Niraj Patel