મનોરંજન

‘ભૂત’ જેવી વિચિત્ર આકૃતિ જોતા જ ફફડી ગઈ એકતા કપૂર, વિડીયો એટલો ડરામણો હતો કે પરસેવો છૂટી જશે

આપણા દેશની અંદર ઘણી જગ્યાએ ભૂત હોવાના દાવા કરવામાં આવે છે, જેના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે. ઘણીવાર ધરતી ઉપર એલિયન હોવાનો પણ દાવો કરવામાં આવે છે,

પરંતુ હાલ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક માણસ જેવી આકૃતિ દેખાઈ રહી છે. લોકોનું માનવું છે કે આ એલિયન અથવા તો ભૂત હોઈ શકે છે. વાયરલ થઇ રહેલો આ વીડિયો ઝારખંડના હજારી બાગનો છે. સોશિયલ મીડિયા ઉપર શુક્રવારના રોજ આ વીડિયો શેર થવાનું શરૂ થયું હતું.

જેના બાદ દાવો કરવામાં આવી રહ્યો હતો કે હજારીબાગના કટકમસાંડી ચતરા રોડ ઉપર છડવા ડેમની પાસે નવા બનેલા પુલ ઉપર શુક્રવાર રાત્રે આ અજીબો ગરીબ આકૃતિ જોવા મળી હતી. આ વીડિયો અને તસવીરો જોયા બાદ લોકો પોતાની જાતે જ ધારણાઓ બાંધી રહ્યા છે.

ભૂતિયા ફિલ્મો બનાવનારી એકતા કપૂરને હાલમાં જ ભૂત દેખાયાનો અહેસાસ થયો છે. પોતાના આ ડરને લીધે સોશ્યલ મિડીયા પર લોકો સાથે શૅર કર્યો છે. ગઈકાલ સાંજનો આ વિડીયો ઈન્ટરેન્ટ પર વાયરલ થઇ રહ્યો છે જેમાં એક વિચિત્ર પ્રાણી દેખાઇ રહ્યું છે અને તે રસ્તા પર ચાલી રહ્યું છે. રિપોર્ટ પ્રમાણે આ વીડિયો ઝારખંડનો માનવામાં આવી રહ્યો છે.

Image Source

એકતા કપૂર ઇન્ટરનેટ પર ઘણી એક્ટિવ હોય છે અને તેણે હાલમાં જ એક વીડિયો શૅર કર્યો છે. જેમાં એક અજીબ આકૃતિ/પ્રાણી રસ્તા પર જઇ રહ્યું છે, તમે તેને કદાચ ભૂત, ઝોમ્બી,એલિયન કે પ્રાણી પણ કહી શકો છો. આ વીડિયો જોયા પછી ફિલ્મ મેકર ઘણી ડરી ગઈ હોય એવું લાગે છે.

સોશિયલ મીડિયામાં પણ આ વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે, તેને જોઈને લોકો અલગ અલગ અંદાજ લગાવી રહ્યા છે, કોઈ તેને ભૂત કહે છે તો કોઈ તેને એલિયન સાથે સરખાવે છે. ઘણા લોકોનું માનવું છે કે નદીના પુલ પાસે સ્મશાન સ્થળ છે.

Image Source

અહીંયા મડદા સળગાવવામાં આવે છે, સાથે જ એક કબરગાહ પણ છે. જ્યાં શબને  દફનાવવામાં પણ આવે છે.  આ વિચિત્ર ઘટનાને લઈને રાહદારીઓમાં પણ ભયનો માહોલ છે. તો ઘણા લોકોનું માનવું છે કે આ જાણી જોઈને સ્પેશિયલ ઇફેક્ટ દ્વારા બનાવવામાં આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Erk❤️rek (@ektarkapoor)