વલસાડના રોલા હાઈવે પર એરપોર્ટ પરથી પાક્કા દોસ્તને લઈને આવતી કાર ટ્રક સાથે અથડાઇ, એકનું મોત નિપજ્યું જ્યારે આફ્રિકાથી પરત ફરેલા ફ્રેન્ડને…

ગુજરાતમાંથી અવાર નવાર અકસ્માતના ઘણા કિસ્સાઓ સામે આવે છે. કેટલીકવાર તો ઘણા એવા ગંભીર અકસ્માતની ખબર સામે આવે છે કે જોઇ અથવા સાંભળી આપણે ચોંકી ઉઠીએ. હાલમાં વલસાડ નજીક રોલા ગામ પાસે એક ગમ્ખવાર અકસ્માતની ખબર સામે આવી રહી છે. અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર વલસાડ નજીક રોલા ગામ પાસે મુંબઈ તરફથી સુરત તરફ જઈ રહેલી એખ ઇકો કાર ધડાકાભેર ટ્રક સાથે અથડાઇ હતી અને તેને પગલે કાર પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમે પગલે કારમાં સવાર ત્રણ વ્યક્તિઓને ગંભીર ઇજા થઈ હતી અને કારચાલકનું મોત નીપજ્યું હતું.

કારમાં જે લોકો સવાર હતા, તે ભરૂચના રહેવાસી હોવાનું સામે આવ્યુ છે. સાઉથ આફ્રિકાથી પરત ફરી રહેલા એક મિત્રને લઈને મિત્રો ભરૂચ તરફ પરત ફરી રહ્યા હતા ત્યારે જ વલસાડના રોલા નજીક આ ઘટના બની અને તેમાં કારચાલક મિત્રએ જીવ ગુમાવ્યો. અકસ્માતને પગલે અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવેના વાહન વ્યવહારને લગભગ બે કલાક સુધી અસર થઈ હતી. જો કે, પોલીસે સ્થળ પર પહોંચી અને વાહન વ્યવહાર યથાવત કર્યો હતો અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, ભરૂચના જંબુસર ખાતે રહેતા દહેગામના ડેપ્યુટી સરપંચ બીલાલ મલેક અને રાજૂભાઈ ફતેહસિંહ પરમાર તેમના મિત્ર સકીલ મલેકને મુંબઈ એરપોર્ટ પર લેવા ગયા હતા, સકિલ મલેક સાઉથ આફ્રિકાથી પરત ફરી રહ્યો હતો. મુંબઈ એરપોર્ટથી સકિલને લઈ તેઓ ભરૂચ જંબુસર જઈ રહ્યા હતા, ત્યારે જ વલસાડના ડુંગરી નજીક આવેલા રોલા ગામના નેશનલ હાઇવે નં 48 પર દોડતી ઈકો કાર પહેલા ટ્રેક પર ચાલતી ટ્રકના પાછળના ભાગે ધડાકાભેર અથડાઇ હતી.

જેને પગલે કાર હાઈવે પર પલટી મારી ગઇ અને રસ્તાની ડાબી બાજુ આવી પહોચી. આ ઘટનામાં ઈકો કારના ચાલક બીલાલ યુસુફ મલેક ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમની બાજુમાં બેઠેલા અને સાઉથ આફ્રિકાથી પરત ફરેલા સકીલ મલેકને આંખના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. પાછળની સીટ પર સૂતેલા રાજૂભાઈ પરમારને માથાના ભાગે સામાન્ય ઈજા પહોંચી હતી. આ ઘટનામાં ઈકો કારમાં એરબેગ ફાટી ગયા હતા અને કારને ભારે નુકશાન પણ થયુ હતુ.

અકસ્માતને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જો કે, ડુંગરી પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક હળવો કર્યો અને ઇજાગ્રસ્તને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. આ ઘટનામાં એકનું મોત નિપજ્યું છે, જ્યારે આફ્રિકાથી પરત ફરેલા સકીલ મલેકને આંખના ભાગે ગંભીર ઈજા પહોંચી હોવાને કારણે એક આંખ ગુમાવાનો વારો આવ્યો છે. તેમજ પાછળ બેસેલ રાજૂભાઈને સામાન્ય ઈજાઓ પહોંચતા પ્રાથમિક સારવાર આપવામાં આવી છે.

Shah Jina