સાસુ નીતા અંબાણીથી લઇને વહુઓ શ્લોકા-રાધિકા અને નણંદ ઇશા અંબાણી સુધી…જાણો કેટલી ભણેલી છે અંબાણી પરિવારની મહિલાઓ

નીતા ભાભીથી લઇને રાધિકા ભાભી પાસે કઇ છે ડિગ્રી? જાણો કેટલી ભણેલી છે અંબાણી પરિવારની મહિલાઓ…

દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનો પરિવાર અવાર નવાર ચર્ચામાં રહે છે, હાલમાં તો અંબાણી પરિવાર અનંત અંબાણી અને રાધિકા મર્ચેંટના લગ્નને લઇને ચર્ચામાં છે. અનંત અને રાધિકાના લગ્ન તો મુંબઇમાં થવાના છે પરંતુ પ્રી વેડિંગ ફંક્શન 1થી3 માર્ચ સુધી ગુજરાતના જામનગરમાં યોજાવાના છે, જેને લઇને પરિવાર ઘણો ચર્ચામાં છે.

ફેશનથી લઈને બિઝનેસ સુધી અંબાણી પરિવારની મહિલાઓએ દરેક જગ્યાએ એક અલગ ઓળખ બનાવી છે. તો આજે અમે તમને જણાવીશું અંબાણી પરિવારની મહિલાઓની ડિગ્રી વિશે, એટલે કે તેઓ કેટલી ભણેલી છે.

મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીએ પોતાનો અભ્યાસ મુંબઈથી કર્યો હતો. તેણે મુંબઈની નરસી મોંજી કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઈકોનોમિક્સથી કોમર્સમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી છે. તે 6 વર્ષની ઉંમરથી ભરતનાટ્યમ કરી રહી છે અને એક પ્રશિક્ષિત ડાન્સર છે.

મુકેશ અંબાણી અને નીતા અંબાણીની લાડલી દીકરી ઈશા અંબાણીએ અમેરિકાની યેલ યુનિવર્સિટીમાંથી સાયકોલોજીમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી પૂર્ણ કરી છે. આ પછી તેણે સ્ટેનફોર્ડ, કેલિફોર્નિયાથી MBA કર્યું.આ સિવાય ઈશાએ સાઉથ એશિયન સ્ટડીઝનો પણ અભ્યાસ કર્યો છે.

અંબાણી પરિવારની મોટી વહુ અને આકાશ અંબાણીની પત્ની શ્લોકા મહેતા હીરાના વેપારીની પુત્રી છે. તેણે પ્રિંસટન યુનિવર્સિટી, ન્યુ જર્સી, યુએસએમાંથી Anthropology માં ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી છે.

અંબાણી પરિવારની નાની વહુ અને અનંત અંબાણીની મંગેતર રાધિકા મર્ચન્ટે ન્યૂયોર્ક યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સાયન્સમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી છે. જણાવી દઇએ કે, આ તમામ માહિતી વિકિપીડિયા પરથી લેવામાં આવી છે.

Shah Jina