ભારતનું એક એવું પ્લેટફોર્મ જ્યાં B.Sc. B-tech છોકરીઓ વેચે છે ચા, સેન્સરથી ચેક થાય છે ક્વોલિટી

રેલવે સ્ટેશન પર યાત્રીઓને ચા પીવડાવવામાં જરાય શરમ નથી રાખતી આ છોકરીઓ…પોતાના પેશનને ખુબ પસંદ કરે છે- આજે વાંચો બેસ્ટ સ્ટોરી

તમે એમબીએ ચા વાળાની કહાની તો સાંભળી જ હશે જેણે એમબીએનો અભ્યાસ છોડીને ચા વેંચવાનું કામ શરૂ કર્યું હતું, પણ આજે અમે તમને એવી છોકરીઓ વિશે જણાવીશું જેણે બીએસસી બીટેકનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી ચા વેંચવાનું કામ શરૂ કર્યું છે.ભોપાલ રેલવે સ્ટેશન પર પશ્ચિમ મધ્ય રેલવેએ એક નવી સુવિધાની શરૂઆત કરી છે, અહીં ‘ઓન પેમેન્ટ ટી’ની યોજના શરૂ થઇ છે. જેની ખાસ વાત એ છે કે અહીં ઉચ્ચ શિક્ષિત છોકરીઓ ચા પીવડાવે છે.

આ છોકરીઓને ચા વેંચવામાં જરા પણ આપત્તિ નથી અને તેઓ પોતાના કામને પુરા જોશ અને પેશનની સાથે કરે છે.રેલવે સ્ટેશન પર મળતા ચા અને ફૂડને લીધે મોટાભાગે લોકો બીમાર પડી જતા હોય છે એવામાં રેલવે એ આ ખાસ સુવિધા શરૂ કરી છે. અહીં ચા આપતા પહેલા તેની ક્વોલિટી મશીન દ્વારા ચેક કરવામાં આવે છે. ચા ની ક્વોલિટી ચેક થયા પછી ચા ના કપને યુવી સેનિટાઇઝિંગ મશીન દ્વારા સેનિટાઇઝ કરી યાત્રીઓને આપવામાં આવે છે.

ભોપાલ દેશનું પહેલું એવું સ્ટેશન છે જ્યા હાઈ એજ્યુકેટેડ છોકરીઓ ચા વેંચવાનું કામ કરે છે, જેના માટે તેમને વેન્ડર લાઇસેંસ પણ આપવામાં આવે છે.આ ચા એકદમ ખાસ ગુણવત્તા વાળી હોય છે અને તેઓ દેશની નામી ચા ની કંપની માટે કામ કરે છે અને ચા બનાવવા માટે સીલબંધ પાણીનો ઉપીયોગ કરવામાં આવે છે. અહીં લાલ રંગનું ટીશર્ટ અને માથા પર ટોપી પહેરેલી આ યુવતીઓ થર્મસમાં ચા વેંચતી જોવા મળશે.સુરક્ષાના દ્રષ્ટિકોણથી આ યુવતીઓના યુનિફોર્મમાં એક હિડન કેમેરો પણ હોય છે જે બધું રેકોર્ડ કરે છે.

Shah Jina