આ વખતની દિવાળી કલરફુલ નહિ પરંતુ બનાવો ગ્રીન, આ 4 ટિપ્સ તમારું ઘર સજાવવામાં લાગશે ખુબ જ કામ, જુઓ

Eco Friendly Diwali Tips : દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે દિવાળીને લઈને લોકોએ તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. જેમાં ખરીદી કરવાથી લઈને ઘર સજાવવા સુધી બધું જ સામેલ છે. દિવાળી આવતા જ લોકો પોતાના ઘરમાં સાફ સફાઈ કરીને ઘરને સજાવતા હોય છે, ઘણા લોકો પોતાના ઘરને અલગ અલગ રીતે સજાવે છે,

ત્યારે ઘરની સજાવટ સાથે સાથે દિવાળીના તહેવારમાં ફટાકડાનું પણ ખુબ જ મહત્વ રહેલું છે. જોકે પ્રદુષણને ધ્યાનમાં રાખીને ફટાકડા ફોડવા માટે પણ કેટલાક નિયમો સરકાર દ્વારા બનાવવામાં આવ્યા છે. તે છતાં પણ ઘણા લોકો નિયમો તોડીને ફટાકડા તો ફોડે જ છે.

દિલ્હી જેવા શહેરોમાં પ્રદુષણનું સ્તર ક્યાં હદ સુધી વધી ગયું છે એ વાત આપણે બધા જ જાણીએ છીએ. ત્યારે દિવાળી માત્ર ફટાકડા ફોડીને જ નહિ પરંતુ ઇકો ફ્રેન્ડલી રીતે પણ ઉજવી શકાય છે.  તો ચાલો તમને આજે જણાવીએ કે કેવી રીતે તમે પણ ઇકો ફ્રેન્ડલી દિવાળી ઉજવીને દેશને પ્રદુષણથી બચાવવામાં સહકાર આપી શકો છો.

સોલાર લાઇટનો કરો ઉપયોગ :

તમારા ઘરને પ્રકાશિત કરવા માટે સૌર સંચાલિત એલઇડી લાઇટનો ઉપયોગ કરો. આ લાઈટો સૌર ઉર્જાથી ચાલે છે. સૂર્યપ્રકાશમાંથી ઉર્જા મેળવતી આ લાઈટ્સ માત્ર પ્રદૂષણથી બચાવતી નથી પણ આરામદાયક પણ છે.

માટીના દિવાથી શણગારો ઘર :

દિવાળી પર ઘરને રોશની કરવા માટે માટીના દીવા એ અદ્ભુત અને વર્ષો જૂની પરંપરા છે. પરંતુ આજકાલ લોકો દિવાળી પર પોતાના ઘરમાં મીણબત્તીઓ સળગાવે છે જેમાં પેટ્રોલિયમ પેદાશો હોય છે અને પર્યાવરણ પ્રદુષિત થાય છે. જો તમે પર્યાવરણને પ્રદૂષણથી બચાવવા માંગતા હોવ તો તમારા ઘરને માટીના દીવાઓથી સજાવો.

ઘરમાં લગાવો ઇન્દોર પ્લાન્ટ :

જો તમે દિવાળીને ઈકો-ફ્રેન્ડલી દિવાળી મનાવવા માંગો છો, તો તમારા ઘરને ઇન્ડોર પ્લાન્ટ્સથી સજાવો. તમે ઘરના અલગ-અલગ ભાગમાં વિવિધ પ્રકારના ઇન્ડોર પ્લાન્ટ્સ લગાવીને ઘરને સજાવી શકો છો. તમે તમારા ઘરને હેંગિંગ સ્ટાઈલમાં છોડથી પણ સજાવી શકો છો. પ્લાન્ટ એરેકા પામ પ્લાન્ટ. આ છોડ હવાને શુદ્ધ કરે છે અને કાર્બન મોનોક્સાઇડ જેવા ઝેરી વાયુઓને દૂર કરીને હવામાં ભેજ જાળવી રાખે છે.

ઘરમાં બનાવો ઇકો ફ્રેન્ડલી રંગોળી :

કોઈપણ તહેવાર હોય તો રંગોળી બનાવવી શુભ માનવામાં આવે છે. આ દિવાળીએ જો તમે પણ તમારા આંગણાને કુદરતી રીતે સજાવવા માંગતા હોવ તો ઈકો ફ્રેન્ડલી રંગોળી બનાવો. રંગોળી બનાવવા માટે તમારે કેમિકલ બેઝ કલર્સનો ઉપયોગ ન કરવો જોઈએ. આ રંગો હવાને પ્રદૂષિત કરી શકે છે. ઈકો ફ્રેન્ડલી રંગોળી બનાવવા માટે તમે ફૂલો, રંગીન ચોખાના દાણા, લોટ અને હળદરનો ઉપયોગ કરી શકો છો.

Niraj Patel