અંતરિક્ષ યાત્રીઓ કેવી રીતે ખાતા હોય છે જોયું છે ક્યારેય ? જુઓ હવામાં ઊડતી બ્રેડ અને મધ સાથે આ એસ્ટ્રોનોટે શેર કર્યો ખાવાનો વીડિયો

આ અવકાશ યાત્રીએ સ્પેસમાં ખાધી હની સેન્ડવિચ, હવામાં તરતો ખોરાક જોઈને તો યુઝર્સ પણ રહી ગયા હક્કાબક્કા, જુઓ તમે પણ

Eat Honey-Sandwich in Space by Astronaut : આજે ભારત ઇતિહાસ રચાવાનું છે, ભારતનું “ચંદ્રયાન 3” આજે ચન્દ્રની ધરતી પર લેન્ડ કરશે. ત્યારે ભારતીયો ચંદ્રયાનને લઈને ખુબ જ ઉત્સાહિત પણ છે. સોશિયલ મીડિયામાં પણ ઘણા બધા વીડિયો અને તસવીરો પણ વાયરલ થતી હોય છે. ત્યારે લોકો પણ ઘણીવાર અવકાશ યાત્રીઓ અને તમેની સફર વિશે જાણવા માટે આતુર રહેતા હોય છે. હાલ સોશિયલ મીડિયામાં એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક અવકાશ યાત્રીએ સ્પેસમાં ખાવાનો વીડિયો શેર કર્યો છે.

અવકાશમાં ખાધી મધ બ્રેડ :

સંયુક્ત આરબ અમીરાત (UAE)ના અવકાશયાત્રી સુલતાન અલ નેયાદી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન માટે 6 મહિનાના સ્પેસ મિશન પર છે. તેણે X પર એક રસપ્રદ વીડિયો શેર કર્યો છે. નાસ્તામાં તે કેવી રીતે બ્રેડ અને મધ ખાય છે તે જોઈ શકાય છે. વીડિયોમાં નેયાદી બતાવે છે કે અવકાશમાં મધ કેવી રીતે બનાવવામાં આવે છે, જે અવકાશ પ્રેમીઓના ઉત્સાહને વધારે છે. સુલતાન અલ નેયાદી પહેલા અમીરાતી મધની બોટલ લે છે અને બ્રેડ પર મોટું ટીપું રેડે છે. મધ બ્રેડના ટુકડા સાથે જોડાય છે અને બોલનો આકાર લે છે.

હવામાં જ ખુલ્લો મુક્યો નાસ્તો :

પછી નેયાદી તેનો નાસ્તો શૂન્ય ગુરુત્વાકર્ષણમાં તરતો છોડી દે છે. રસપ્રદ વાત એ છે કે મધ બ્રેડ પર રહે છે, તે નીચે પડતું નથી. પછી તે બ્રેડને ફોલ્ડ કરે છે અને મધ-સેન્ડવિચનો સ્વાદ લે છે. અવકાશયાત્રી નેયાદી પણ વીડિયોમાં મધ ખાવાના ફાયદા જણાવી રહ્યા છે. તેમણે કહ્યું કે તે અવકાશયાત્રીઓના સ્વાસ્થ્ય માટે સારું છે. તેણે પોસ્ટના કેપ્શનમાં લખ્યું, ‘શું તમે ક્યારેય વિચાર્યું છે કે અંતરિક્ષમાં મધ કેવી રીતે બને છે? મારી પાસે બાકી રહેલું અમીરાતી મધ છે જેનો હું સમયાંતરે આનંદ માણું છું. મધ ખાવાના ઘણા ફાયદા છે, ખાસ કરીને અવકાશયાત્રીઓના સ્વાસ્થ્ય માટે.

યુઝર્સ રહી ગયા હેરાન :

વીડિયો જોયા બાદ લોકોએ ઘણી પ્રતિક્રિયાઓ આપી છે. એક વ્યક્તિએ લખ્યું, ‘આ ખરેખર આશ્ચર્યજનક છે. ગુરુત્વાકર્ષણ ન હોય ત્યારે મધએ કેવી રીતે બોલનો આકાર લીધો તે જુઓ.’ અન્ય યુઝરે ટિપ્પણી કરી, “હું શું જોઈ રહ્યો છું… અવકાશમાં હું મારી સામગ્રી ગમે ત્યાં છોડી શકું છું.” તે ખૂબ મજા છે. ત્રીજા વ્યક્તિએ મજાકમાં કહ્યું, “અવકાશમાં ખોરાક મને ત્યાં મળશે.” હું મારા ખોરાક સાથે રમતા રહીશ.’ ચોથા વ્યક્તિએ કહ્યું કે અવકાશમાં વસ્તુઓની હિલચાલ ગુરુત્વાકર્ષણથી પ્રભાવિત થાય છે. અહીં બધું જીવંત લાગે છે. આ અદ્ભુત છે.

Niraj Patel