ફટકડીના આ ઉપાય કર્જથી અપાવશે મુક્તિ અને વાસ્તુદોષ પણ થશે દૂર

ફટકડીના આ સરળ ઉપાય દૂર કરી શકે છે તમારા ઘરની નેગેટિવિટી

આયુર્વેદમાં ફટકડીને સ્વાસ્થ્ય અને સુંદરતા વધારવા માટે અસરકારક માનવામાં આવે છે. આ સાથે જ વાસ્તુ અનુસાર ફટકડીથી ઘરના વાસ્તુ દોષને દૂર કરવાથી સુખ, સમૃદ્ધિ અને શાંતિની પ્રાપ્તિ થાય છે. એવું માનવામાં આવે છે કે તેનાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. સંબંધોમાં મધુરતા આવવાથી જીવનની પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં નકારાત્મક ઉર્જા વધારે હોવાને કારણે પૈસા સંબંધિત સમસ્યાઓ વધવા લાગે છે, સાથે જ અન્ય સમસ્યાઓ પણ થવા લાગે છે. નકારાત્મકતાને દૂર કરવા માટે વાસ્તુમાં અનેક ઉપાયો જણાવવામાં આવ્યા છે. આ માટે ફટકડીનો ઉપયોગ અસરકારક સાબિત થઈ શકે છે.

ફટકડી કે જેને અંગ્રેજીમાં Alum કહે છે, તે વર્ષોથી ઘણા ભારતીય ઘરોમાં ઉપયોગમાં લેવાય છે. ઘણા લોકો આફ્ટર શેવ તરીકે ફટકડીનો ઉપયોગ કરે છે, જ્યારે કેટલાક લોકો તેનો ઉપયોગ પાણીને સાફ કરવા માટે કરે છે. આયુર્વેદમાં ફટકડીના ઘણા સ્વાસ્થ્ય લાભો પણ જણાવવામાં આવ્યા છે. પરસેવાની દુર્ગંધ દૂર કરવાથી લઈને ચહેરા પરની કરચલીઓ દૂર કરવા માટે ફટકડી અસરકારક છે. પરંતુ આજે આપણે ફટકડીના ઔષધીય ફાયદાઓ વિશે નહીં પરંતુ તે ફાયદાઓ વિશે જણાવી રહ્યા છીએ જે જ્યોતિષમાં જણાવવામાં આવ્યા છે. ફટકડીના આ ઉપાયો અપનાવવાથી તમારું સૂતેલું નસીબ જાગી જશે, ઘરમાંથી નકારાત્મક ઉર્જા ખતમ થશે અને બધી પરેશાનીઓથી પણ છુટકારો મળશે. જાણો ફટકડી સંબંધિત કેટલીક સરળ વાસ્તુ ટિપ્સ…

ઘરની નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે બાથરૂમમાં ફટકડી ભરીને રાખો અને દર મહિને બદલતા રહો. ફટકડીમાં નકારાત્મકતાને શોષી લેવાનો ગુણ હોય છે, તેથી તે હવામાં રહેલા કીટાણુઓનો પણ નાશ કરે છે. વાસ્તુ અનુસાર આપણા ઘરની બારી અને દરવાજા એવી જગ્યાઓ છે જ્યાંથી ઉર્જા ઘરમાં પ્રવેશ કરે છે. જો તમારા ઘરની આસપાસ ખંડેર, ખાલી ઘર અથવા સ્મશાન હોય અને તમારી બારી કે દરવાજા તે દિશામાં ખુલ્લા હોય તો તે તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રચાર કરી શકે છે. તમારે આની સાથે સમસ્યાઓનો સામનો કરવો પડશે. આવી નકારાત્મકતાને દૂર કરવા માટે તમારા ઘરની બારી અને દરવાજાની આસપાસ ફટકડી રાખો. તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવાહ ઓછો થઈ શકે છે.

દેવાનો બોજ વધી રહ્યો છે, જો તમે લોન અને EMIથી પરેશાન છો, તો ફટકડીનો ઉપાય તમારા માટે મદદગાર સાબિત થઈ શકે છે. બુધવારના દિવસે ફટકડી પર થોડું સિંદૂર છાંટીને સોપારીમાં લપેટીને કલાવાથી બાંધીને પીપળાના ઝાડ નીચે પથ્થર વડે દાટી દો. ફટકડીનો આ ઉપાય કરવાથી પણ કર્જમાંથી મુક્તિ મળે છે.

જો તમને રાત્રે સૂતી વખતે ખરાબ સપના આવે છે અને ડરના કારણે તમારી ઊંઘ ખૂલી જાય છે તો તેના માટે પણ તમે ફટકડીનો ઉપયોગ કરી શકો છો. સૂતા પહેલા ફટકડીને કાળા કપડામાં લપેટીને તકિયા નીચે રાખો. આવું કરવાથી ખરાબ સપના નહિ આવે.

તમારા ઘરના દરેક ખૂણામાં ફટકડીને કાળા કપડામાં રાખો, પરંતુ તેને રાખતી વખતે ધ્યાનમાં રાખો કે તેને એવી રીતે રાખવું જોઈએ કે તે બહારથી આવતા લોકોને દેખાય નહીં. તેનાથી તમારા ઘરની દરેક જગ્યાની નકારાત્મકતા દૂર થઈ જાય છે.

ઘરમાં સુખ-શાંતિ નથી રહેતી, પરિવારના સભ્યો વચ્ચે હંમેશા ઝઘડો થતો રહે છે, જો તણાવની સ્થિતિ બની રહે છે તો ફટકડીનો આ ઉપાય તમારા માટે ઉપયોગી થઈ શકે છે. રાત્રે એક ગ્લાસ પાણીમાં ફટકડીના થોડા ટુકડા નાખીને પલંગની નીચે રાખો. જ્યારે તમે સવારે ઉઠો ત્યારે પીપળના ઝાડમાં પાણી રેડો. માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી ઘરમાં શાંતિ બની રહે છે.

Shah Jina