જાપાનમાં ભૂકંપે સર્જી તબાહી, હજારો મકાનોમાં વીજળી ગુલ, મકાનો ધરાશાયી- ચારે તરફ ખૌફનાક મંજર

નવા વર્ષના દિવસે જાપાનના ઇશિકાવામાં 7.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. મીડિયા રીપોર્ટ્સ અનુસાર, અત્યાર સુધીમાં 30 લોકોના મોત થયા છે, અને 50 આફ્ટરશોક્સ પણ નોંધાયા છે. તેની તીવ્રતા 3.4 થી 4.6ની વચ્ચે રહી છે. ઈશિકાવામાં 200 જેટલી ઈમારતો બળીને ખાખ થઈ ગઈ છે. 32,500 ઘરોમાં વીજળી નથી. હજુ પણ વધુ એક ભૂકંપની ચેતવણી જારી કરવામાં આવી છે.

ભારતીય દૂતાવાસે ભૂકંપ પીડિતોની મદદ માટે ઈમરજન્સી કંટ્રોલ રૂમની સ્થાપના કરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર આપવામાં આવેલી માહિતી અનુસાર, કોઈપણ વ્યક્તિ અહીં આવીને મદદ માંગી શકે છે. આ પહેલા દૂતાવાસે ઈ-મેલ આઈડી અને નંબર પણ જાહેર કર્યા હતા. ઇશિકાવાના સુઝુ પોર્ટ પર બનેલું એક કેન્દ્ર ભૂકંપથી નષ્ટ થઈ ગયું હતું.

ભૂકંપના કારણે દરિયામાં ખૂબ ઊંચા મોજા ઉછળ્યા હતા અને રસ્તા પર પણ તિરાડો પડી ગઇ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયા છે અને 38 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. આ ઉપરાંત 33 હજાર ઘરોમાં અંધારપટ છે, વીજળીનું કનેક્શન સંપૂર્ણપણે કપાઈ ગયું છે. પરિસ્થિતિ એટલી ખરાબ છે કે જાપાની સેનાને મેદાનમાં ઉતારવી પડી.

કેટલાક રીપોર્ટ્સ અનુસાર, 1 દિવસમાં 155 ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેમાં 7.6ની તીવ્રતાનો ભૂકંપ સૌથી ખતરનાક સાબિત થયો હતો. ઉલ્લેખનીય છે કે, જાપાનના વડાપ્રધાને બચાવ ટીમોને ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં પહોંચવાનો આદેશ આપ્યો છે. ભૂકંપને કારણે જે ભયાનક તબાહી મચી છે તે બાદ અમેરિકાએ મદદ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. જાપાનમાં ઘણીવાર ભૂકંપનો ખતરો રહે છે અને તે કારણે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનને લઈ ખૂબ જ કડક નિયમો છે.

જે પણ બિલ્ડિંગ હોય છે તે એવી રીતે ડિઝાઇન કરવામાં આવે છે કે તે ભૂકંપના તીવ્ર આંચકાને સહન કરી શકે. જણાવી દઇએ કે, 1 જાન્યુઆરી પહેલા જાપાનમાં સૌથી મોટો ભૂકંપ 16 માર્ચ 2022એ આવ્યો હતો. ફુકુશિમામાં 7.3ની તીવ્રતાના ભૂકંપના કારણે બે લોકોના મોત થયા હતા અને 94 લોકો ઘાયલ થયા હતા. જ્યારે જાપાનના ઈતિહાસમાં સૌથી ભયાનક ભૂકંપ 11 માર્ચ 2011એ આવ્યો હતો, 9.0ની તીવ્રતાના ભૂકંપથી જાપાન હચમચી ગયું હતું અને સુનામી પછી લગભગ 20 હજાર લોકો મૃત્યુ પામ્યા હતા.

Shah Jina