બાઝની પાંખ પર લગાવ્યો કેમેરો, આકાશમાં ઉડતા બાઝે એવા દૃશ્યો કેદ કર્યા કે બિઝનેસમેન આનંદ મહિન્દ્રા પણ રહી ગયા હેરાન, જુઓ વીડિયો

ઇગલની પાંખ પર લગાવેલા કેમેરામાંથી કેદ થયા ધરતીના અદભુત નજારા, જોઈને તમે પણ ડ્રોન વ્યુ ભૂલી જશો, જુઓ વીડિયો

ઇન્ટરનેટ પર રોજ ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે, જેમાં ઘણી એવી એવી ઘટનાઓ જોવા મળે છે જેને જોઈને આપણે બધા હેરાન રહી જઈએ છીએ. ઘણીવાર ડ્રોન કેમેરા દ્વારા આકાશમાંથી લીધેલા અદભુત નજારા જોઈને પણ આપણે ચોંકી જઈએ છીએ. પરંતુ શું તમે બાઝની નજરથી આકાશમાંથી જમીનનો નજારો ક્યારેય જોયો છે ? ત્યારે હાલ એક એવો જ વીડિયો બિઝનેસમેન આનંદ મહિન્દ્રાએ તેમના સોશિયલ મીડિયામાં શેર કર્યો છે.

આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટિવ રહે છે અને અવાર નવાર ઘણા બધા વીડિયો પણ શેર કરે છે, જે માહિતી સભર અને જુગાડને લગતા હોય છે અને તેમના વીડિયોમાંથી પણ ઘણું બધું શીખવા મળે છે, ત્યારે હાલ તેમણે જે વીડિયો શેર કર્યો છે તેના પર લોકોની નજર અટકી છે, કારણ કે આ વીડિયોમાં એક ઉડતા બાઝથી જમીનનો નજારો જોવા મળી રહ્યો છે.

આનંદ મહિન્દ્રા દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક બાઝ આકાશમાં ઉડી રહ્યું છે અને તેની પાંખ પર કેમરો ફિટ કરવામાં આવ્યો છે, જેના બાદ આકાશમાંથી અદભુત નજારો જોવા મળી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો પણ તેને જોઈને અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

આનંદ મહિન્દ્રાએ વીડિયો શેર કરવાની સાથે કેપશનમાં લખ્યું છે. “આ ભવ્ય પક્ષી સાથે જોડાયેલ મીની-કેમ આપણને સાચો ‘બર્ડ્સ-વ્યૂ’ આપે છે. મને આ વીડિયો એક અઠવાડિયું શરૂ કરવા માટે ઉપયોગી લાગે છે. અમે હંમેશા મોટા ચિત્રથી શરૂઆત કરવાનો પ્રયાસ કરીએ છીએ. તરત જ.” આ વીડિયોની સાથે તેમને #MondayMotivatioનું કેપશન પણ લખ્યું છે.

Niraj Patel