બગીચામાં રમી રહેલા બાળકને ઉઠાવી ઉડવા લાગ્યો બાજ, નજારો જોઈને જ પિતાના ઉડી ગયા હોશ, જુઓ રૂંવાડા ઉભા કરી દેનારો વીડિયો

સોશિયલ મીડિયામાં રોજ અલગ અલગ પ્રકારના વીડિયો સામે આવતા હોય છે, ઘણા વીડિયોની અંદર હેરાન કરી દેનારો નજારો પણ સામે આવે છે, ત્યારે હાલમાં જ એક એવો વીડિયો સામે આવ્યો છે જેને સોશિયલ મીડિયા યુઝર્સના હોશ ઉડાવી દીધા છે, આ ઉપરાંત આ વીડિયો વાલીઓ માટે પણ ચેતવણી રૂપ બન્યો છે.

આપણે બધા જ જાણીએ છીએ કે બાજની નજર ખુબ જ ધારદાર હોય છે. તે 500 ફૂટ દૂરથી પણ પોતાના શિકારને જોઈ શકે છે. તેમની પાંખો પણ એટલી શક્તિશાળી હોય છે કે તે લગભગ 6 કિલો જેટલું વજન પણ ઉઠાવીને ઉડી શકે છે. આપણે મોટાભાગે બાજને સાપ, માછલી અને અન્ય જીવ જંતુઓને લઈને ઉડતા જોયો હશે, પરંતુ હાલમાં જે વીડિયો સામે આવ્યો છે તેને જોઈને તમારી આંખો પણ ખુલ્લી રહી જશે.

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા આ હેરાન કરી દેનારા વીડિયોમાં આકાશમાંથી ઉડીને આવેલો એક બાજ બગીચામાં રમતા એક નાના બાળકને ઉઠાવીને ઉડવા લાગે છે, આ ડરામણો નજારો જોઈને બાળકના પિતાના પણ હોશ ઉડી જાય છે. જોકે બાજ બાળકને લઈને ઉડવામાં કામયાબ નથી થતો પરંતુ તે બાળકને હવામાંથી નીચે ફેંકીને ભાગી જાય છે.

આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. તેમાં જોઈ શકાય છે કે એક નાનું બાળક તેના પિતા સાથે એક મોટા બગીચામાં રમી રહ્યું છે. તેના પિતાની નજર થોડી ક્ષણો માટે તેના ઉપરથી હટે છે અને તેઓ બેગમાં કોઈ સામાન શોધી રહ્યા છે. ત્યારે જ એક બાજ આવીને  પોતાના મજબુર પંજાથી બાળકને ઉઠાવવા લાગે છે. તેને ઉઠાવીને બાજ ઊંચી ઉડાન પણ ભરવા લાગે છે પરંતુ ત્યારે જ પિતાની નજર બાળક ઉપર પડે છે.

 

View this post on Instagram

 

A post shared by طبیعت (@nature27_12)

તેના બાદ પિતા બાળક તરફ દોડે છે. જેવા જ પિતા બાળકને બચાવવા માટે બાજની તરફ દોડે છે કે તરત બાજ બાળકને હવામાંથી જમીન ઉપર છોડી ભાગી જાય છે. જેના બાદ પિતા બાળકને વાગ્યું તો નથીને એ ચેક કરે છે. આ નજારો જોઈને ભલભલા લોકોના રૂંવાડા ઉભા થઇ જાય છે. આ વીડિયો બગીચામાં પોતાના બાળકોને લઈને જતા લોકો માટે પણ ચેતવણી રૂપ છે.

Niraj Patel