માત્ર 13.50 લાખ રુપિયામાં ખરીદો અમદાવાદમાં ઝડપથી ડેવલોપ થતા એરિયામાં ફ્લેટ…જાણો વિગત

ખુશખબરી: અમદાવાદમાં બોપલમાં ફક્ત 13.50 લાખ રુપિયામાં ખરીદી શકશો ફ્લેટ, જાણો કઈ રીતે

તમને ખબર હશે કે ઘણી વખત એવુ થતુ હોય છે કે આપણે જ્યારે કોઇ સારુ ઘર કે દુકાન આસપાસ શોધતા હોઇએ અને એ પણ આપણા બજેટમાં ત્યારે જરૂરી નથી હોતુ કે તે મળી જ જાય. જો કે બેંક દ્વારા થોડા થોડા સમયે કેટલીક સ્થાવર અને જંગમ મિલકતની ઇ-હરાજી કરવામાં આવતી હોય છે.જેના દ્વારા તમે દુકાન, મકાન, ફ્લેટ કે કારની ઓછા ભાવમાં ખરીદી કરી શકો છે.

Image Source

ત્યારે ટીવી નાઇન ગુજરાતી ડિજિટલના રીપોર્ટ પ્રમાણે અમદાવાદના બોપલમાં બેંક ઓફ બરોડા દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલકતની ઇ-હરાજીની જાહેરાત આપવામાં આવી છે. બોપલમાં આવેલ સ્થાવર મિલકત એટલે કે ફ્લેટના વેચાણ માટે આ જાહેરાત આપવામાં આવી છે.

Image Source

જો કે, આ મિલકતનું ક્ષેત્રફળ નથી જાહેર કરાયુ, પણ રિઝર્વ કિંમત 13,50,000 રુપિયા રાખવામાં આવી છે. અર્નેસ્ટ મની ડિપોઝીટની રકમ 1,35,000 રુપિયા રાખવામાં આવી છે અને બીડ વૃદ્ધિની રકમ 10,000 રુપિયા છે. જણાવી દઇએ કે, ઇ-હરાજીની તારીખ 16 એપ્રિલ 2024 મંગળવારે બપોરે 2 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી રાખવામાં આવી છે.

સૌજન્ય : TV9 ગુજરાતી

Shah Jina