દ્વારકા : ઘરમાં આગ લાગતા પતિ-પત્ની અને સાત માસની બાળકી સહિત એક જ પરિવારના 4 સભ્યો થયા ભડથું

એક જ પરિવારના 4 સભ્યો આગમાં હોમાયા, દાદી, પતિ-પત્ની અને 7 મહિનાની બાળકીનું દર્દનાક મૃત્યુ, જાણો સમગ્ર મામલો

ગુજરાતમાંથી ઘણીવાર આગ લાગવાની ઘટના સામે આવે છે, જેમાં કેટલાય લોકો ભડથુ થઇ જવાના પણ સમાચાર સામે આવતા હોય છે, ત્યારે હાલમાં દ્વારકામાંથી આગની ઘટના સામે આવી, જેમાં એક જ પરિવારના 4 લોકોના મોત થયા હોવાની ખબર છે. આદિત્ય રોડ પર રહેણાંક મકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી અને આ આગમાં દાદી, પતિ-પત્ની અને સાત માસની બાળકી ભડથુ થયા છે.

ચાર લોકોના મોતથી ગૂગળી બ્રહ્મ સમાજના શોકનો માહોલ છવાયો છે. ઘટના બાદ દ્વારકા હોસ્પિટલમાં સમાજના લોકો એકત્રિત થયા હતા. હાલ તો પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. વહેલી સવારે જ્યારે પરિવાર ઘરમાં સુતો હતો ત્યારે અચાનક જ શોર્ટ સર્કિટ થતા ઘરમાં આગ અને આગના કારણે ધુમાડો ચારે તરફ ફેલાઇ ગયો.

ધુમાડાને કારણે પરિવારનો શ્વાસ રુંધાવા લાગ્યો અને ચાર લોકો મોતને ભેટ્યા. મૃતકોમાં પાવન કમલેશ ઉપાધ્યાય (30), તિથિ પવાન ઉપાધ્યાય (27), ધ્યાના (7 માસ) તેમજ ભામિનીબેન કમલેશભાઈ ઉપાધ્યાય (પાવનના માતા)નો સમાવેશ થાય છે. આગની ઘટનાની ગંભીરતા ઘરની હાલત પરથી જાણી શકાય છે,

ઘરના એક ખુલ્લા ભાગ અને ધાબા પાસેની દિવાલ આગના કારણે કાળી થઈ ગઈ હતી. હાલ તો પોલિસ દ્વારા આગની ઘટના કઈ રીતે બની અને પરિવારના સભ્યોના મોતનું કારણ જાણવાની પ્રક્રિયા હાથ ધરાઇ છે. આ ઉપરાંત પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચુ કારણ ખબર પડશે.

Shah Jina