ધનતેરસ પર બની રહ્યો છે ગજબનો સંયોગ, આ 5 રાશિના જાતકો બની જવાના છે માલામાલ, જાણો તમારી રાશિ છે કે નહિ ?

આ 5 રાશિના જાતકોની ધનતેરસથી બદલાની છે કિસ્મત, 59 વર્ષ બાદ સધાઈ રહ્યો છે અનોખો સંયોગ, કુબરે ભગવાનની કૃપા વરસશે અપરંપાર

Durlabh sayog after 59 years dhanteras : દિવાળીના પવિત્ર તહેવારોની શરૂઆત આજથી જ શરૂ થઇ ગઈ છે. બજારમાં પણ ખરીદી માટે મોટી ભીડ જોવા મળી રહી છે. ત્યારે આ દિવાળીમાં કેટલાક એવા મુહૂર્ત અને સંયોગ જોવા મળવાના છે જેના કારણે કેટલીક રાશિના જાતકોની કિસ્મત પણ ચમકી જવાની છે. આ વર્ષે ધનતેરસનો તહેવાર 10 નવેમ્બરે દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવશે. ધનતેરસના દિવસે ભગવાન ધનવંતરી, માતા લક્ષ્મી અને ભગવાન કુબેરની પૂજા કરવામાં આવે છે. કુબેર દેવને ધનના સ્વામી માનવામાં આવે છે.  ત્યારે આ ધનતેરસે 59 વર્ષ બાદ એવો સંયોગ બની રહ્યો છે જેનાથી 5 રાશિના જાતકોને મોટા લાભ થશે.

મેષઃ

આ વર્ષની ધનતેરસ તમારી રાશિના લોકો માટે શુભ સાબિત થશે. તમારું નાણાકીય પાસું અને વ્યવસાય બંને ઉત્તમ રહેશે. તમે તમારા વ્યવસાયને વિસ્તારવા માટે સારી યોજનાઓ બનાવવામાં સફળ થશો. આજે તમારી પાસે પૈસા આવશે. નાણાકીય લાભના કારણે બેંક બેલેન્સ વધશે. તમે તમારા વિરોધીઓ પર પ્રભુત્વ મેળવશો અને જીત તમારી જ રહેશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે.

કર્કઃ

ધનતેરસના દિવસે ઘરમાં ઉત્સવનું વાતાવરણ રહેશે. આજે કરેલ કાર્ય સફળ થશે. ભાગ્ય તમારો સંપૂર્ણ સાથ આપશે. સંપત્તિ અને આવકમાં વધારો થવાની સંભાવના છે. આત્મવિશ્વાસ વધશે અને મન પ્રસન્ન રહેશે. ધનતેરસ પર જૂના મિત્રને મળવું સારું રહેશે. તમે તમારા શત્રુઓ પર વિજય મેળવશો. તમારો પ્રભાવ વધશે.

સિંહ:

ધનતેરસની ઉજવણી તમારા જીવનમાં સુખ અને શાંતિ લાવશે. વેપાર કરતા લોકોને નફો મેળવવાની તક મળશે. વેપારમાં આજનો દિવસ સફળ રહેશે. તમારા સાચા નિર્ણયથી વેપારમાં ફાયદો થશે. પૈસાની કટોકટી રહેશે નહીં. વિવાહિત જીવન સુખી રહેશે અને તમને ભેટો પણ પ્રાપ્ત થશે. ધનતેરસ પર વાણીની અસર સારી રહેશે. માત્ર વાતો કરવાથી કામ થશે અને લોકો પ્રભાવિત પણ થશે.

વૃશ્ચિક:

ધનતેરસના દિવસે તમારા પર દેવી લક્ષ્મી અને કુબેરની કૃપા રહેશે. તમારી આવકના નવા સ્ત્રોત બનશે. દિવાળી બોનસ મેળવીને ખુશી થશે. તહેવારમાં પૈસા ખર્ચ થશે, પરંતુ તમે બચત કરવામાં પણ સફળ થશો. જેમણે હજી લગ્ન નથી કર્યા તેમના માટે વૈવાહિક સંબંધો આવી શકે છે. આજનો દિવસ આનંદથી પસાર થશે. પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. ક્યાંક ફરવા જઈ શકો છો.

ધન:

ધનતેરસના અવસર પર તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. નોકરી કરતા લોકોના પદ અને પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે. તમારા બોસ તમને પ્રમોશન આપી શકે છે, જેનાથી તમારો પગાર વધશે. વેપાર કરતા લોકો માટે આર્થિક લાભ થવાની પ્રબળ સંભાવના છે. તમને દેવામાંથી રાહત મળી શકે છે અને તમારું બેંક બેલેન્સ પણ વધશે. વિવાહિત જીવનમાં ખુશીઓ આવશે. તમારું માન અને સન્માન વધશે. ધનતેરસના દિવસે તમે કોઈ નવું કામ શરૂ કરી શકો છો, જેમાં તમને સફળતા મળશે. સ્વાસ્થ્ય સારું રહેશે.

Niraj Patel