લગ્નની પહેલી રાત્રે જ વરરાજાએ કરી નાખી એવી હરકત કે કન્યાના પગમાં જઈને પડી ગયો અને પછી… જુઓ વીડિયો

ઇન્ટરનેટ ઉપર લગ્નને લઈને ઘણા બધા વીડિયો તમે વાયરલ થતા જોયા હશે. ઘણા વીડિયોની અંદર લગ્નની એવી અવનવી ઘટનાઓ જોવા મળે છે જેને જોઈને આપણે પણ હેરાન રહી જઈએ. ક્યાંક જીજા-સાળીની મસ્તી તો ક્યાંક વર-કન્યાનો અનોખો અંદાજ જોવા મળતો હોય છે. હાલ લગ્નનો એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં વરરાજા કન્યાના પગમાં પડતો જોઈ  શકાય છે.

આ વીડિયોમાં પંડિતજીના કહેવા પર કન્યા વરરાજાના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લેતી જોઈ શકાય છે. આ પછી, વરરાજા પંડિતજીને પૂછે છે કે તેણે પણ કન્યાના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લેવાના છે, જેના જવાબમાં પંડિતજી કહે છે કે તેની કોઈ જરૂર નથી.  જો કે, વરરાજાએ પંડિત જીની વાત ન સાંભળી અને તેની નવી વહુના આશીર્વાદ લેવા માટે તેમના પગ સ્પર્શ કરવાનું શરૂ કર્યું.

આ જોઈને કન્યાને પણ જોરથી આંચકો લાગ્યો. થોડા સમય પછી, દુલ્હન તેના પાર્ટનરના આ સ્વભાવથી ખૂબ જ ગદગદ થઈ ગઈ હતી. આ વીડિયો જોઈને ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ પોતાને પ્રતિક્રિયા આપતા રોકી શક્યા નથી. ઘણા લોકો વરરાજાની મજાક ઉડાવતા પણ જોવા મળ્યા હતા.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલો આ વીડિયો ઘણા લોકોનું મનોરંજન કરી રહ્યો છે. અત્યાર સુધી આ વીડિયો હજારો વખત જોવામાં આવ્યો છે. વરરાજાએ આ રીતે પોતાની દુલ્હનને સમાન દરજ્જો આપીને ઘણા લોકોના દિલ જીતી લીધા છે. કેટલાય લોકો કોમેન્ટમાં પણ વરરાજાના વખાણ કરી રહ્યા છે.

Niraj Patel