શાનદાર ઇમારતોની વચ્ચે દુબઈના આકાશમાં આ રીતે ઉડાન ભરતો હતો વિન્સેન્ટ રેફેટ, ક્રાઉન પ્રિન્સ શેખે શેર કર્યો થ્રિલર વીડિયો

દુબઇ તેના શાનો શોકત માટે જાણીતો દેશ છે. દુબઈની અંદર ઊંચી ઊંચી ઇમારતો છે, લકઝરી ગાડીઓ છે અને ત્યાં વસનારા લોકો પણ વૈભવી જીવન જીવે છે. ત્યારે દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિન મોહમ્મદ બિન રશીદ અલ મકતુમે દુબઈના આકાશમાં જેટમેન દુબઈ ટીમનો એક વીડિયો શેર કર્યો છે.

શેખ હમદાને ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, “વિન્સેન્ટ રાફેટ 1984 – 2020ની યાદમાં ભવિષ્યનો માર્ગ પહેલેથી જ સેટ થઈ ગયો છે. 27,00 ફૂટ કૂદકો માર્યો. સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલીફા”

શેખ હમદાને તેના ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, “અમે તમને યાદ કરીશું. સ્વિત્ઝર્લેન્ડના પહાડોથી 13,000 ફૂટની ઊંચાઈએથી વિમાનમાંથી કૂદવાનું પરાક્રમ વિશ્વ હંમેશા યાદ રાખશે.” જણાવી દઈએ કે 17 નવેમ્બર 2020ના રોજ દુબઈમાં એક માર્ગ અકસ્માતમાં વિન્સેન્ટ રાફેટનું મોત થયું હતું.

ફ્રી ફ્લાઈંગ ચેમ્પિયનનો દરજ્જો મેળવનાર રેફેટ વિશ્વની સૌથી ઉંચી ઈમારત બુર્જ ખલીફાથી 27,00 ફૂટ ઊંચો કૂદકો માર્યો હતો અને સ્વિટ્ઝર્લેન્ડના પર્વત પરથી 13,000 ફૂટની ઊંચાઈએથી વિમાનમાંથી કૂદવાનું પણ પરાક્રમ કર્યું હતું. રેફેટ ‘જેટમેન દુબઈ’ સંસ્થાના સભ્ય હતા, તેમને નિવેદન જાહેર કરીને ટીમના સૌથી પ્રતિભાશાળી અને આદરણીય સભ્ય જણાવ્યા હતા.

વિંગસુટ સાથે આટલી ઊંચાઈએ ઉડવા અંગે રેફેટે કહ્યું કે તેને તેનો ઘણો આનંદ આવે છે. સાથે જ તમામ મર્યાદા બહાર ચોક્કસ પ્રકારની સ્વતંત્રતા અનુભવાય છે. તે કહેતા હતા કે વિંગસુટ પહેરીને હું પક્ષીની જેમ ગમે ત્યાં ઉડી શકું છું અને જ્યાં ઈચ્છું ત્યાં જઈ શકું છું. પરંતુ હવે તેઓ ત્યાં ગયા છે જ્યાંથી તેઓ ક્યારેય પાછા આવી શકશે નહીં.

Niraj Patel