સાંઢિયાની સવારી કરીને બજારમાં રખડવું પડ્યું આ ભાઈને ભારે, વીડિયો વાયરલ થતા જ પોલીસે કર્યા એવા હાલ કે… જુઓ વીડિયો

“મેં નશામાં કરી લીધી હતી સાંઢની સવારી…” પોલીસે પકડતા જ પોપટની જેમ બોલવા લાગ્યો વાયરલ થયેલો આ વ્યક્તિ, જુઓ શું કહ્યું ?

Drunk Man Rides Bull In Rishikesh : સોશિયલ મીડિયામાં રોજ અગણિત વીડિયો વાયરલ થતા હોય છે. જેમાંથી ઘણા વીડિયો એવા હોય છે જે ચર્ચામાં આવી જતા હોય છે અને આ વીડિયોને લઈને પોલીસને પણ મહેનત કરવી પડતી હોય છે. ઘણા લોકો આડેધડ સ્ટન્ટ કરીને કે કોઈ એવા કારનામા કરીને ફેમસ બનાવ જાય છે કે પછી પોલીસ (police) તેમને પકડીને સબક શીખવાડતી હોય છે.

થોડા દિવસ પહેલા એવો જ એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં એક વ્યક્તિ રાતના સમયે  બજારની અંદર સાંઢ ઉપર બેસીને તેને ઘોડાની જેમ દોડાવતો જોવા મળ્યો હતો. વીડિયોમાં એક નશામાં ધૂત વ્યક્તિ રાત્રે ખૂબ જ ઝડપથી સાંઢ પર સવારી કરતો જોવા મળે છે. ઉત્તરાખંડ (uttrakhand) પોલીસના જણાવ્યા અનુસાર, ફૂટેજ ઋષિકેશના તપોવન વિસ્તારમાં શૂટ કરવામાં આવ્યું હતું. આ ઘટનાએ મધ્યરાત્રિએ માત્ર ખળભળાટ મચાવ્યો ન હતો, પરંતુ તેમાં પ્રાણીઓની ક્રૂરતા પણ સામેલ હતી.

પોલીસે તેને ચેતવણી આપી હતી કે આવી ટીખળનું પુનરાવર્તન ન કરે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી. વીડિયોમાં જોઈ શકાય છે કે સાંઢ પર સવારી કરતી વખતે તે વ્યક્તિ મોટા અવાજમાં કહે છે, “કૈલાશ પતિ નાથ કી જય હો.” ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કરતા ઉત્તરાખંડ પોલીસે કેપ્શનમાં લખ્યું છે કે, “તપોવન, ઋષિકેશ 05 મેના રોજ મોડી રાત્રે, એક આખલા પર સવાર નશામાં ધૂત યુવક વિશે સોશિયલ મીડિયા પર ફરતા વીડિયોને ધ્યાનમાં લઈને, યુવક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.”

ભવિષ્યમાં પ્રાણીઓ સાથે ખરાબ વર્તન ન કરવા ચેતવણી આપવામાં આવી હતી.” આ વિડિયો ઈન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર વ્યાપકપણે જોવામાં આવ્યો હતો. થોડા જ કલાકોમાં આ વીડિયો પર લાખો વ્યૂઝ આવ્યા. જ્યારે ઘણા લોકો વિડિયો જોઈને હચમચી ગયા હતા અને તેમને લાગ્યું હતું કે આ કદાચ ખોટું છે. અન્ય ઘણા લોકોએ દાવો કર્યો કે જો યુવકે આવું કર્યું હોય તો તેની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.

Niraj Patel