હૃદય કંપાવી દેનારો અકસ્માત: ગાડી વાળાએ લીધો યુ ટર્ન, સામેથી આવતો બાઈક ચાલક અથડાયો અને…. જુઓ CCTVના લાઈવ દૃશ્યો

ગાડી વાળાએ અચાનક લીધો યુ-ટર્ન; અકસ્માતમાં બાઇક સવારનું થયું મોત, જુઓ CCTV

દેશભરમાં ઠેર ઠેર અકસ્માતની ઘણી ઘટનાઓ સતત સામે આવતી રહે છે, ઘણા લોકો આવા અકસ્માતમાં ઘાયલ પણ થાય છે અને કેટલાક લોકોના જીવ પણ ચાલ્યા જાય છે, ઘણીવાર કોઈની નાની એવી ભૂલ કોઈ માટે જીવલેણ પણ બની શકે છે, આવા જ એક અકસ્માતના સીસીટીવ દૃશ્યોનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ વીડિયોની અંદર જોઈ શકાય છે કે એક ગાડી વાળો રસ્તા વચ્ચે જ યુ ટર્ન લઇ લે છે, અને સામેથી આવી રહેલી બાઈક ગાડીને બચાવવા માટે જતા રોડની સામેની તરફ ચાલી જાય છે અને ત્યાં બીજી બાઈક સાથે અથડાઈ જાય છે. આ ગમખ્વાર અકસ્માતમાં બાઈક સવારનું મોત નીપજ્યું છે જયારે અન્ય બે વ્યક્તિઓ ઘાયલ થયા છે.

આ અકસ્માત મુંબઈના લોઅર પરેલ વિસ્તારની અંદર બન્યો છે. જ્યાં કાર ચાલકની એક ભૂલના કારણે એક વ્યક્તિને પોતાનો જીવ ગુમાવવો પડ્યો.  આ ઘટના 29 સપ્ટેમ્બરની છે. જેમાં મુંબઈના લોઅર પરેલ ફિનિક્સ મિલ મોલની સામે આ દુર્ઘટના ઘટી હતી. જેમાં દાદર તરફથી એક કાર આવી રહી હતી અને અચાનક રસ્તા વચ્ચે યુ ટર્ન લીધો હતો. જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો.


અકસ્માત સર્જાયા બાદ કાર ચાલક ત્યાંથી ફરાર થઇ જાય છે. આ દુર્ઘટનાની અંદર મોટર સવાર 25 વર્ષીય ભાવેશ અરુણ સંઘવી અને 26 વર્ષીય અશોક કુરાડકર ઘાયલ થતા તેમને નાયર હોસ્પિટલ લઇ જવામાં આવ્યાહતા . જ્યાં ડોકટરે એકને મૃત જાહેર કર્યો. જયારે એક  ગંભીર રૂપે ઘાયલ છે અને તેની સારવાર ચાલી રહી છે. તો જે બાઇક બીજી બાઈક સાથે અથડાઈ હતી તેનો ચાલક અશફાફ મુલતાનીને સામાન્ય ઈજાઓ પહોંચી છે. તેની પણ સાયન હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પોલીસે આ મામલામાં કેસ દાખલ કરી કાર ચાલકની તપાસ શરૂ કરી છે.

Niraj Patel