જો સપનામાં આ વસ્તુ જોવા મળે તો થઈ જાવ સાવધાન, મોટી મુસીબતમાં ફસાઈ શકો છો તમે

જો સપનામાં આ વસ્તુ જોવા મળે તો થઈ જાવ સાવધાન, મોટી મુસીબતમાં ફસાઈ શકો છો તમે

દરેક વ્યક્તિને સુતા સમયે સપના આવતા હોય છે, જે આમ તો સામાન્ય બાબત છે. જો કે આપણે સપના પર વિશ્વાસ કરતા નથી. પરંતુ સ્વપ્નશાસ્ત્ર અનુસાર આપણે સપનામાં જે પણ વસ્તુ જોઈએ છીએ તેની અસર આપણા જીવન પર પડે છે. આજે અમે તમને સ્વપ્નશાસ્ત્રમાં બતાવવામાં આવેલા આવા જ કેટલાક સપના વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને જોવા શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત સામુદ્રિક શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે, મોટા ભાગના સપનાની પાછળ કોઈ તથ્ય અને સંકેત છુપાયેલ હોય છે. આ સપના ક્યાક તમારા અથવા તમારા પરિવારના આવનારા દિવસોમાં કોઈ અશુભ સંકેતનો ઈશારો તો નથી કરી રહ્યા ને? અથવા નજીકના સમયમાં તમારી સાથે કોઈ દુર્ઘટના તો નથી ઘટવાનીને?

સામુદ્રિક શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે જો તમે તમારી જાતને કોઈ દંગામાં સામેલ જુઓ તો એનો મતલબ એવો છે કે છે તમે જલદીથી તમારી મુલાકાત કોઈ અજાણી વ્યક્તિ સાથે થવાની છે. અથવા કોઈ વિશેષ સમાચાર મળવાના છે. તેનો એવો પણ મતલબ થઈ શકે છે કે, તમારા નજીકના કોઈ વ્યક્તિ સાથે તમારો સંબંધ બગડી શકે છે. તેથી એ સારુ રહેશે કે તમે સમય રહેતા સચેત થઈ જાવ અને તમારા સંબંધોમાં આવતી તકરારને ટાળી શકો.

જો તમે દંગા કે હુલ્લડ દરમિયાન કોઈ સળગતું ઘર જુઓ છો તો તેનો મતલબ એવો છે કે, તમને ટૂંક સમયમાં એવી વસ્તુ મળશે જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છો. આ ઉપરાંત જો તમે સપનામાં કોઈ પાંચ સાત લોકોને ઝઘડતા જુઓ છો તો તેનો મતલબ એવો થઈ શકે કે, તમને ટૂંક સમયમાં ધન પ્રાપ્ત થશે. અને જો આવા ઝઘડામાં તમે ઘાયલ થાવ છો તો બની શકે કે તમને ધનની સાથે સાથે મોટું પદ પણ મળે.

જો તમે સપનામાં કોઈ વ્યક્તિને ખરાબ રીતે લડાઈ કરતા જુઓ તો તેને શુભ સંકેત માની શકાય છે. એટલે કે ટૂંક સમયમાં તમારૂ ઈચ્છિત કાર્ય પૂર્ણ થવાનું છે, સાથે તમારા માન સન્માનમાં પણ વધારો થશે. સપનામાં પોતાના બચાવમાં તલવાર ચલાવતા જોવી પણ એ વાતનો સંકેત છે કે, તમે ટુંક સમયમાં તમારા શત્રુ પર વિજય મેળવી શકો છે.

જો તમે સપનામાં જુઓ કે તમે કોઈ દંગામાં ફસાઈ ગયા છો અને તમને બહાર નિકળવાનો માર્ગ નથી મળી રહ્યો તો તેનો એક મતલબ એવો થઈ શકે છે કે આવનારા દિવસોમાં તમારે કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. કોઈ નજીકનો વ્યક્તિ તમને નુકશાન પહોંચાડી શકે છે. તેથી આવું સપનુ જોયા બાદ તમારે સાવચેત રહેવાની જરૂર છે.

YC