Video viral / વાહ રે તંત્ર! સ્વચ્છ બસ સ્ટેન્ડમાં કચરો નાખી સફાઈ કરવાનું નાટક, આણંદ ST ડેપોનો વીડિયો વાયરલ થતાં ખૂલી પોલ
હર્ષ સંઘવી દ્વારા શુભ યાત્રા, સ્વચ્છ યાત્રાનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો, જે અંતર્ગત આણંદમાં એસટી પ્રશાસને સ્વચ્છતા અભિયાનના નામે દેખાડો કર્યો હોવાનું સામે આવ્યુ છે. સ્વચ્છતા અભિયાનને લઈ એસટી પ્રશાસનનાં અધિકારીઓએ જાતે કચરો નખાવ્યો અને પછી સાંસદ અને ધારાસભ્યોની હાજરીમાં સફાઈ કરાવી ફોટો સેશન કર્યું.
ત્યારે કચરો નાખતો વીડિયો વાયરલ થયા બાદ આણંદ એસટી પ્રશાસનની પોલ ખૂલી હતી. જો કે, આ મામલે સાંસદ મિતેશ પટેલ અને ધારાસભ્ય યોગેશ પટેલ અજાણ હોવાનું સામે આવ્યુ છે. સોશિયલ મીડિયા પર જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે, તેમાં સ્પષ્ટ જોવા મળી રહ્યુ છે કે એક વ્યક્તિ ડસ્ટબીનમાંથી કચરો નાખી રહ્યો છે,
પછી સ્વચ્છતા અભિયાન અંતર્ગત સાંસદ અને ધારાસભ્ય સહિતના મહાનુભાવો દ્વારા ફોટા પડાવ્યા પછી જે કચરો નાખવામાં આવ્યો હતો તેની સાફ સફાઈ થઇ રહી છે. જોકે, હાલ તો આ વીડિયો વાયરલ થતા લોકો વચ્ચે ભારે ચર્ચા જાગી છે. ઉલ્લેખની છે કે, ગુજરાત માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા શુભ યાત્રા-સ્વચ્છ યાત્રા અભિયાન લોન્ચ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત અમરેલી ખાતે નવા બની રહેલ એસ.ટી ડેપો સહિતના એસ.ટી. બસ સ્ટેશન ખાતે સ્વચ્છતા ઝુંબેશ યોજાઈ હતી.
View this post on Instagram