અભિનેત્રી માધુરી દીક્ષિતના પતિએ આપી એવી હેલ્દી ટિપ્સ કે 60 વર્ષ સુધીની ઉંમરમાં કોઈ બીમારીઓ તમને અડકી પણ નહિ શકે… જુઓ શું આપી સલાહ

બોલીવુડની ધકધક ગર્લ માધુરીના પતિ શ્રી રામે આપી સ્વાસ્થ્ય માટેની જબરદસ્ત સલાહો, અપનાવશો તો બીમારીઓ પાસે આવવાનું નામ પણ નહિ લે… જુઓ

Dr Shriram Nene Shares 5 Healthy Habits : આજના ભાગદોડ ભરેલા અને બહારની ખાણીપીણી વાળા જીવનમાં માણસ બીમારીઓની ચપેટમાં આવતો રહેતો હોય છે. ત્યારે ઘણા લોકો જિમમાં કે પછી સામાન્ય કસરતો કરીને પણ સ્વસ્થ રહેવાનો પ્રયત્ન કરતા હોય છે, આજની ખાણીપીણી પણ એવી થઇ ગઈ છે જેના કારણે સ્વસ્થ રહેવું ખુબ જ મુશ્કેલ છે. ત્યારે ડોકટરો દ્વારા પણ અવાર નવાર વીડિયો દ્વારા કે આર્ટિકલ દ્વારા સ્વસ્થ રહેવા વિશેની માહિતી પણ આપવામાં આવતી હોય છે.

ત્યારે હાલમાં જ બૉલીવુડ અભિનેત્રી માધુરી દીક્ષિતના પતિ શ્રી રામ નેનેએ પણ સ્વસ્થ રહેવા માટેના કેટલાક ઉપાયો જણાવ્યા છે. શ્રી રામ નેનેએ એક વીડિયો શેર કરીને આ માહિતી આપી છે, જેમાં તેમને યોગા અને મેડિટેશનને પોતાના રોજિંદા જીવનમાં ઉમેરવાનું જણાવ્યું છે. જે તમારા માનસિક સ્વાસ્થ્યને યોગ્ય કરવામાં તમારી મદદ કરી શકે છે. ચાલો વિગતવાર જાણીએ કે શ્રી રામ નેનેએ સ્વાસ્થ્ય માટે શું ઉપાયો સુઝવ્યા છે.

સંતુલિત આહાર :

માણસનું બીમારીઓના ચપેટમાં આવવાનું સૌથી મોટું કારણ આજના સમયની ખાણીપીણી છે. ત્યારે આજે સંતુલિત આહાર લેવો એ શરીરની જરૂરિયાત બની ગયું છે. સંતુલિત આહાર એક એવો ખોરાક છે જેમાં પોષણ સામગ્રીઓ જેવા કે પ્રોટીન, કાર્બોહાઇબ્રેડ, ફેટ, વિટામિન અને મિનરલ્સ યોગ્ય માત્રામાં મળે છે. જેનાથી તમે ઘણી બીમારીઓથી પણ દૂર રહી શકો છો.

આટલા લીટર પાણી પીવું :

યોગ્ય માત્રામાં પીવામાં આવેલું પાણી વજનને નિયંત્રિત કરવામાં મદદગાર સાબિત થાય છે. જે તમારા ભોજનને પચાવવા અને શરીરને ઉર્જા આપવામાં પણ કારગર સાબિત થાય છે. પાણીના કારણે તમારા શરીરના જોઈંટ્સ યોગ્ય રહે છે દિમાગ પણ બરાબર કામ કરે છે. વધારે પાણી પીવાથી શરીરની ગંદકી બહાર નીકળે છે અને ચહેરા પર પણ ચમક આવે છે. પુરુષોએ દિવસ દરમિયાન 3.7 લીટર જેટલું અને મહિલાઓએ 2.7 લીટર પાણી પીવું જોઈએ.

કસરત કરવી :

શરીરને સ્વસ્થ રાખવા માટે નિયમિત કસરત કરવી પણ ખુબ જ જરૂરી છે. નિયમિત કસરત હૃદયને સ્વસ્થ રાખે છે, સ્થૂળતા ઘટાડે છે અને દિવસભર એનર્જી લેવલ જાળવી રાખે છે. વ્યાયામથી શરીરમાં લવચીકતા આવે છે અને માનસિક પડકારોનો સામનો કરવામાં પણ મદદ મળે છે. પુખ્ત વયના લોકોએ અઠવાડિયામાં 150 મિનિટ વર્કઆઉટ કરવું જરૂરી છે જયારે બાળકોને દિવસમાં 1 કલાક વર્કઆઉટ કરવું જરૂરી છે.

પૂરતી ઊંઘ લેવી :

પૂરતી ઊંઘ તમારા શરીરને સ્વસ્થ રાખવામાં પણ મદદગાર બને છે. તે આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે જરૂરી છે. જયારે તમે યોગ્ય માત્રામાં ઊંઘ લો છો તેનાથી આપણું મન, શરીર અને ઇન્દ્રિયો યોગ્ય રીતે કાર્ય કરે છે. ઊંઘનો અભાવ તણાવ, નબળી એકાગ્રતા અને વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. 24 કલાકમાં 7-8 કલાકની ઊંઘ આપણી ઊર્જા અને કાર્યક્ષમતામાં સુધારો કરવામાં મદદ કરે છે.

મેડિટેશન કરવું :

મેડિટેશન મગજને શાંત રાખવાનું કામ કરે છે. દરરોજ મેડિટેશન કરવાથી મનને શાંતિ અને સ્થિરતા મળે છે. સા સાથે તણાવમાં પણ ઘટાડો થાય છે. ધ્યાન માનસિક સ્પષ્ટતા વધારે છે અને નિર્ણય લેવામાં મદદ કરે છે. મેડિટેશન કરવાથી હૃદયની તંદુરસ્તી પણ સુધરે છે અને રોગોનું જોખમ ઓછું થાય છે. દરરોજ ધ્યાન કરવાથી આત્માને શાંતિ અને આત્મસમર્પણની અનુભૂતિ થાય છે.

 

View this post on Instagram

 

A post shared by Dr Shriram Nene (@drneneofficial)

Niraj Patel