પપ્પાની ચિંતા કરતી આ દીકરીનો વીડિયો જોઈને તમારી આંખોમાં પણ આંસુઓ આવી જશે, તમે પણ કહેશો, “આને કહેવાય દીકરીઓ !!”

કહેવાય છે કે જે ઘરમાં દીકરીઓ હોય તે ઘરમાં સુખની સુગંધ આવે છે. જો કે આજે પણ ઘણા એવા ઘરો છે, જ્યાં દીકરા-દીકરી વચ્ચેનો તફાવત કરવામાં આવે છે અને દીકરીઓને બહાર રૂપ માનવામાં આવે છે. કેટલાક લોકો દીકરીનો જન્મ થતાં નિરાશ પણ થઈ જાય છે. પરંતુ હાલ  સોશિયલ મીડિયામાં જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તેને જોઈને જે લોકો દીકરી જન્મ ઉપર નિરાશા વ્યક્ત કરે છે તેમને પણ એક શિખામણ મળશે.વાયરલ વીડિયો હૃદયને સ્પર્શી જાય તેવો છે.

આ વીડિયો એ દરેક વ્યક્તિએ જોવો જોઈએ જે દીકરીઓને બોજ માને છે. વાયરલ વીડિયો 2 મિનિટ 14 સેકન્ડનો છે. જેમાં એક નાની બાળકી તેના પિતાને યાદ કરીને રડી રહી છે. આ દરમિયાન દીકરીની માતા તેને પૂછે છે કે તે કેમ રડે છે? જવાબમાં છોકરી ફરી રડવા લાગે છે. જ્યારે માતા તેને તે જ પ્રશ્ન ફરીથી પૂછે છે, ત્યારે છોકરી કહે છે, ‘હું પાપાને ખૂબ યાદ કરું છું.’વીડિયોમાં આગળ છોકરી શું કહે છે તે સાંભળીને તમારી આંખો પણ ભરાઈ આવશે.


છોકરી કહે છે કે ‘પાપા આખો દિવસ ખાધા વિના કામ કરે છે. દીકરી કહે છે કે પિતા સવારે માત્ર ભોજન જ ખાય છે અને આખો દિવસ માત્ર કામ કરે છે. વીડિયો એટલો ક્યૂટ છે કે તેને સતત જોવામાં અને શેર કરવામાં આવી રહ્યો છે.વાયરલ વીડિયોની અંદર જે છોકરી જોવા મળી રહી છે તેમાં તેના ચહેરાની માસુમિયત પણ દિલને સ્પર્શી રહી છે,તો તેના પિતાની ચિંતા જે રીતે તે કરી રહી છે તે જોઈને આપણી પણ આંખોમાંથી આંસુઓ છલકાઈ જાય.

આપણે ત્યાં એક કહેવત છે કે “છોકરી સાપનો ભારો !” પરંતુ આ વીડિયો જોઈને ચોક્કસ તમે કહી શકશો કે એક દીકરી જ છે જે પોતાના પિતાના દરેક સુખ દુઃખમાં તેમની સાથે ઉભી રહે છે.આ વીડિયોને કવિ અને ગીતકાર મનોજ મુન્તાશીરે પણ ટ્વિટર પર શેર કર્યો છે. આ સાથે તેણે હૃદય સ્પર્શી વાત લખી છે. મનોજ મુન્તાશીરે લખ્યું, વીડિયો જોયા પછી કદાચ દીકરીઓના જન્મ પર ઢોલ-નગારાં વગાડવાની પરંપરા શરૂ થઈ શકે છે. ભાગ્યશાળી હોય છે તેઓ જેના ઘરમાં લક્ષ્મી અવતરે છે.”

Niraj Patel