અખાત્રીજના દિવસે ભૂલથી પણ આ સમયે ઘરનો દરવાજો બંધ ના કરતા… દેવી લક્ષ્મી તમારા બારણેથી ચાલ્યા જશે પાછા.. જુઓ

તમારા સુતેલા ભાગ્યને જગાવવા માંગતા હોય કે પછી ઘરમાં લક્ષ્મીજીનો પ્રેવશ કરાવવા માંગતા હોય તો અખાત્રીજના દિવસે આ સમયે ઘરનો મુખ્ય દરવાજો ખુલ્લો રાખજો.. જાણો

door Open the house Akshaya Tritiya : વૈશાખ શુક્લ પક્ષની તૃતીયા પર ઉજવાતી આ અક્ષય તૃતીયાને અખાત્રીજ તરીકે પણ ઓળખવામાં આવે છે. અક્ષય તૃતીયાનો દિવસ વર્ષની શુભ તારીખોની શ્રેણીમાં આવે છે. આ દિવસને ત્રેતાયુગની શરૂઆતનો દિવસ પણ માનવામાં આવે છે. આ દિવસે સવારે સ્નાન કરીને લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. એવું કહેવાય છે કે આવું કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે. ત્યારે ધાર્મિક ગ્રંથોમાં જણાવ્યા અનુસાર અખાત્રીજના દિવસે દેવી લક્ષ્મીનો મનુષ્યના ઘરમાં પ્રવેશવાનો નિશ્ચિત અને શુભ સમય હોય છે.

ત્યારે દરેકના મનમાં એક પ્રશ્ન ચોક્કસ થવાનો છે કે દેવી લક્ષ્મી ઘરમાં ક્યાં સમયે પ્રવેશ કરશે ? દિવસે આવશે કે રાત્રે ? અને આ સમયે તમે તમારા ઘરના દરવાજા જો બંધ રાખશો તો ઘરના દરવાજા સુધી આવેલા લક્ષ્મીજી ઘરમાં નહિ પ્રવેશ કરે. ત્યારે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે અખાત્રીજના દિવસે જ દેવી લક્ષ્મી કોઈપણ સમયે ઘરમાં આવી શકે છે. તેમજ રાત્રે દેવી લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરે છે. ધાર્મિક માન્યતા અનુસાર, સામાન્ય દિવસોમાં દેવી લક્ષ્મી સાંજે ઘરમાં આવે છે અને તેમને ગમતા ઘરમાં પ્રવેશ કરે છે.

આ ઉપરાંત ધાર્મિક ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે દેવી લક્ષ્મી સાંજે લોકોના ઘરે આવે છે. સાંજે, સાંજે 7 થી 9 વાગ્યાની વચ્ચે, ઘરમાં પ્રવેશ કરે છે જ્યાં તેણીને શુભ સંકેત દેખાય છે. તેથી આ સમયે ઘરનો મુખ્ય દરવાજો ખુલ્લો રાખવો જોઈએ. એવું કહેવાય છે કે મુખ્ય પ્રવેશદ્વાર બંધ જોઈને દેવી લક્ષ્મી પાછા ફરે છે. ત્યારે જો તમે પણ તમારા સુતા ભાગ્યને જગાવવા માંગતા હોય કે પછી આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હોય તો સાંજના સમયે તમારા ઘરના મુખ્ય દરવાજાને અચૂક ખુલ્લો રાખજો.

ધાર્મિક માન્યતાઓ અનુસાર અક્ષય તૃતીયાનો દિવસ ત્રેતાયુગની શરૂઆત માનવામાં આવે છે. આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને અક્ષય પત્ર પણ આપ્યું હતું. ભગવાન પરશુરામનો જન્મ પણ આ દિવસે થયો હતો. અક્ષય તૃતીયાના દિવસે દાન કરવાથી શુભ ફળ મળે છે. અક્ષય તૃતીયાના દિવસે માતા ગંગા પૃથ્વી પર આવ્યા હતા. આ બધા કારણોસર આ તિથિ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

Niraj Patel