તિરૂપતિ મંદિરની અંદર એક ભક્ત દ્વારા ચઢાવવામાં આવી 6.5 કિલો સોનાની તલવાર, જુઓ તસવીરો

આપણો ભારત દેશ ધાર્મિક દેશ છે અને અહીંયા અગણિત દેવી દેવતાઓના મંદિરો આવેલા છે, જ્યાં ભક્તો પોતાની યથાશક્તિ પ્રમાણે દાન ધર્મ પણ કરતા હોય છે. એવું જ એક દેશનું સૌથી પ્રસિદ્ધ અને અમીર મંદિર છે તિરુપતિ બાલાજી. આ મંદિરની અંદર વર્ષ દરમિયાન કરોડો-અરબો રૂપિયાનું દાન આવે છે. સાથે જ લોકો અહીંયા ઢગલાબંધ સોનુ પણ ચઢાવતા જોવા મળે છે.

ત્યારે હાલ આ મંદિરની અંદર ભગવાન વેન્કટેશ્વર સ્વામીને સોમવારના રોજ હૈદરાબાદના શ્રીનિવાસ દંપતી દ્વારા 1.8 કરોડ રૂપિયા (હાલના લગભગ 4 કરોડ રૂપિયા)ની કિંમતની સોનાની બનેલી તલવાર ભેટ કરી હતી. જેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે.

શ્રીનિવાસ દંપતી દ્વારા સોમવારે સવારે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (ટીટીડી) અધિકારીઓને સોનાની તલવાર સોંપી. શ્રીનિવાસ દંપતીએ રવિવારના રોજ તિરુમાલાના કલેક્ટીવ ગેસ્ટ હાઉસમાં મીડિયાની સામે લગભગ સાડા છ કિલોગ્રામ વજનની તલવાર રજૂ કરી. જણાવવામાં આવી રહ્યું છે કે શ્રીનિવાસ દંપતી છેલ્લા એક વર્ષથી આ તલવારને આપવા ઇચ્છતું હતું, પરંતુ કોરોના મહામારીના કારણે આ સંભવ ના થઇ શક્યું.

આ પ્રસંગે શ્રીનિવાસે જણાવ્યું કે “હું છેલ્લા એક વર્ષથી સોનાની તલવાર “સૂર્ય કટારી”ને ભેટ આપવા ઈચ્છતો હતો. પરંતુ કોરોનાના કારણે મંદિર બંધ હતું.” આજે સવારે સુપ્રભાત સેવા દરમિયાન શ્રીનિવાસ દંપતીએ “સૂર્ય કટારી”ને ટીટીડી અધિકારીઓને સોંપી.

જણાવવામાં આવી રહ્યું છે કે સોનાની આ તલવાર “સૂર્ય કટારી”ને શ્રીનિવાસ દંપતી દ્વારા તામિલનાડુના કોઇમ્બતુરમાં વિશેષજ્ઞ જવેલર્સ દ્વારા બનાવવામાં આવી છે. તેને બનાવવામાં લગભગ 6 મહિનાનો સમય લાગ્યો. જયારે સાડા છ કિલોની આ તલવારને બનાવવામાં આવી ત્યારે તેની કિંમત લગભગ 1.8 કરોડ રૂપિયા હતી. પરંતુ હાલમાં તેની કિંમત લગભગ 4 કરોડ રૂપિયા છે.

Niraj Patel