ડોલી ચા-વાળાને ફ્લાઈટમાં જોતા જ એર-હોસ્ટેસે કર્યું આવું, એક મહિલાએ કહી એવી વાત કે સોશિયલ મીડિયા પર મચી ગયું ઘમાસાણ,જુઓ

ડોલી ચાય વાળાને પ્લેનમાં મુસાફરી કરતો જોઈને એક મહિલા કહી દીધું એવું કે સોશિયલ મીડિયા પર મચી ગયું ઘમાસાણ, જુઓ તમે પણ

Dolly Chaiwala Travelling On A Plane : સોશિયલ મીડિયાએ ઘણા લોકોને રાતોરાત સ્ટાર બનાવી દીધા છે. એ પછી કાચા બદામ ગર્લ અંજલિ હોય કે પછી ડોલી ચા વાળો. થોડા જ સમયમાં આવા લોકો લાખો ફોલોઅર્સ ભેગા કરી લે છે અને સેલેબ્રીટી પણ બની જાય છે. ડોલી ચા વાળો તો એટલો બધો ફેમસ થઇ ગયો કે તેને ત્યાં દુનિયાના સૌથી ઢાંકી વ્યક્તિ બિલ ગેટ્સ પણ ચા પીવા માટે પહોંચ્યા હતા અને આ વીડિયો બાદ તો હવે ડોલી સતત ચર્ચામાં રહેતો જોવા મળી રહ્યો છે.

ત્યારે નાગપુરના ફેમસ ચાયવાલા ડોલીનો નવો વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. આ ક્લિપમાં ડોલી પ્લેનમાં મુસાફરી કરતો જોવા મળે છે. આ સમય દરમિયાન એર હોસ્ટેસથી લઈને સામાન્ય મુસાફરો સુધી દરેક ડોલી સાથે ફોટોગ્રાફ્સ માટે પોઝ આપતા જોવા મળે છે. ડોલી તેની સાથે સંપૂર્ણ સ્વેગમાં સેલ્ફી પણ લે છે. આ મૂળ વીડિયોને ડોલીએ જ પોતાના સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો છે.

પરંતુ એક મહિલાએ આ વીડિયોને X પર પોસ્ટ કર્યો અને લખ્યું  “હવે હું ભારતીય શિક્ષણ પ્રણાલીને નફરત કરું છું” ત્યારે સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. કેટલાક લોકો લખી રહ્યા છે – તમે ચા વિક્રેતા સેલિબ્રિટી બન્યા પછી શિક્ષણ પ્રણાલીને નફરત કરવા લાગ્યા, જ્યારે અન્યોએ કહ્યું – ઘણા લોકો એવા છે જેઓ બહુ ભણેલા નથી પણ આજે સફળ છે.

આ વીડિયો @divya_gandotra દ્વારા સોશિયલ મીડિયા સાઇટ X પર પોસ્ટ કરવામાં આવ્યો છે. તેણે કેપ્શનમાં લખ્યું – હવે હું ભારતીય શિક્ષણ પ્રણાલીને નફરત કરું છું. આ વીડિયોને અત્યાર સુધી 3.6 મિલિયન વ્યૂઝ, 25 હજાર લાઈક્સ અને લગભગ ત્રણ હજાર રી-પોસ્ટ મળી ચુકી છે. જ્યારે સેંકડો યુઝર્સે પણ આ બાબતે પોતાનો અભિપ્રાય આપ્યો છે.

Niraj Patel