શું રાતોરાત ફેમસ થયા બાદ ડોલી ચાયવાલાને આવી ગયો છે એટીટ્યુટ ? જુઓ લેટેસ્ટ વીડિયો

આ દિવસોમાં ડોલી ચાયવાલા ઘણો ચર્ચામાં છે, થોડા સમય પહેલા જ માઈક્રોસોફ્ટના ફાઉન્ડર બિલ ગેટ્સે પણ ડોલીના હાથની ચા પીધી હતી અને આ પછી ડોલીની ચર્ચા માત્ર દેશમાં જ નહિ પરંતુ વિદેશમાં પણ થવા લાગી. જ્યારે બિલ ગેટ્સ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ સેલિબ્રેશન માટે ભારત આવ્યા હતા ત્યારે તેઓએ ડોલી ચાયવાલાની ટપરી પર વીડિયો શૂટ કર્યો હતો અને તેને સોશિયલ મીડિયા પર શેર પણ કર્યો હતો.

આ વીડિયો ઈન્ટરનેટ પર આવતાની સાથે જ તે વાયરલ થઈ ગયો અને ડોલી રાતોરાત ફેમસ થઈ ગયો. ‘ડોલી ચાવાલા’ પોતાની સ્ટાઇલ અને સ્વેગ સાથે ચા બનાવવા અને પીરસવા માટે જાણિતો છે. ‘ડોલી ચાયવાલા’ને હવે કોઇ ઓળખની જરૂર નથી, તે રાતોરાત સ્ટાર બની ગયો છે. જો કે હવે એવું લાગી રહ્યુ છે ડોલીમાં એટિટ્યુટ આવી ગયો છે. ડોલીનો હાલમાં એક વીડિયો સામે આવ્યો છે, જે @swadishtbharat નામના ઇન્સ્ટા હેન્ડલ પર શેર કરાયો છે.

આ વીડિયોમાં ડોલી ચાયવાલા વીડિયો બનાવનાર પર ગુસ્સે થતો જોવા મળે છે. આ વીડિયો સાથે કેપ્શનમાં લખવામાં આવ્યુ છે- ડોલી ચાયવાલા ગુસ્સાના મૂડમાં. વીડિયોમાં જોઇ શકાય છે કે ડોલી વીડિયો બનાવનારને સામેથી નહિ પણ બાજુથી વીડિયો ઉતારવાનું કહે છે અને આ દરમિયાન તેના ચહેરાના હાવ ભાવ પરથી જાણી શકાય છે કે તે ગુસ્સે છે.

 

View this post on Instagram

 

A post shared by Swadisht Bharat (@swadishtbharat)

Shah Jina