અહો આશ્ચર્યમ! દિવાળી પર માં લક્ષ્મી નહીં પરંતુ કૂતરાની પૂજા કરે છે આ લોકો

દિવાળીનો તહેવાર માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના ઘણા દેશોમાં ઉજવવામાં આવે છે, પરંતુ તે દેશોમાં દિવાળી ઉજવવાની રીત અલગ છે. આ વર્ષે દિવાળીનો તહેવાર ભારતમાં 4-5 નવેમ્બરે ઉજવવામાં આવશે. આ દરમિયાન, સાંજે, ઘરોમાં દીવા અને મીણબત્તીઓ પ્રગટાવવામાં આવશે, જેના કારણે ચારે તરફ પ્રકાશ ફેલાશે. દિવાળીને હિન્દુ ધર્મમાં સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે.

પૌરાણિક માન્યતાઓ અનુસાર, આ દિવસે ભગવાન રામ 14 વર્ષના વનવાસ પૂરા કરીને અયોધ્યા પરત ફર્યા હતા. ભગવાન રામની અયોધ્યા પરત ફરવાની ખુશી અને સ્વાગત માટે, અયોધ્યાના લોકોએ દીવડાની રોશનીથી સમગ્ર શહેર પ્રકાશિત કર્યું હતું.

આ દિવસે ધનની દેવી લક્ષ્મીની વિશેષ પૂજા કરવાનો રિવાજ પણ છે. આજે અમે તમને એવા દેશ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં ભારતની જેમ દિવાળી ઉજવવામાં આવતી નથી. તેના બદલે, ત્યાં દિવાળી ઉજવવાની પરંપરા કંઈક બીજી જ છે. ખરેખર, અમે આપણા પાડોશી દેશ નેપાળ વિશે વાત કરી રહ્યા છીએ. જ્યાં દિવાળી તો ઉજવવામાં આવે છે પરંતુ તેને ઉજવવાની રીત અલગ છે.

અહીં લક્ષ્મી-ગણપતિની નહીં પરંતુ કૂતરાઓની પૂજા કરવામાં આવે છે. નેપાળમાં દિવાળીને તિહાર કહેવામાં આવે છે. આ એજ રીતે ઉજવવામાં આવે છે જે રીતે ભારતમાં દિવાળી ઉજવવામાં આવે છે. નેપાળમાં લોકો આ દિવસે દીવા પ્રગટાવે છે, નવા કપડાં પહેરે છે, ખુશીઓ વહેંચે છે.

પરંતુ બીજા જ દિવસે બીજી એક દિવાળી ઉજવવામાં આવે છે. આ દિવાળીને કુકુર તિહાર કહેવામાં આવે છે. કુકુર તિહાર પર કુતરાઓની પૂજા કરવામાં આવે છે. સૌથી મહત્વની વાત એ છે કે આ દિવાળી અહીં સમાપ્ત થતી નથી, પરંતુ પાંચ દિવસ સુધી ચાલે છે. આ સમય દરમિયાન લોકો ગાય, કૂતરા, કાગડા, બળદ વગેરે જેવા વિવિધ પ્રાણીઓની પૂજા કરે છે. કુકુર તિહાર પર કુતરાઓનું સન્માન કરવામાં આવે છે. તેમની પૂજા કરવામાં આવે છે સાથે સાથે તેમને ફૂલોની માળા પહેરાવવામાં આવે છે અને તિલક પણ લગાવવામાં આવે છે. આ સિવાય કુતરાઓ માટે ખાસ વાનગીઓ પણ બનાવવામાં આવે છે.

આ દરમિયાન કુતરાઓને દહીં આપવામાં આવે છે. આ સાથે, ઇંડા અને દૂધ ખાવા માટે આપવામાં આવે છે. લોકો આવું એટલા માટે કરે છે કારણ કે તેઓ ઈચ્છે છે કે શ્વાન હંમેશા તેમની સાથે રહે. આ સાથે કુકુર તિહારમાં માનતા લોકો કૂતરાને યમ દેવતાનો દૂત માને છે. નેપાળી લોકો પણ માને છે કે શ્વાન મૃત્યુ પછી પણ તેમના માલિકનું રક્ષણ કરે છે. આ કારણોસર નેપાળમાં કુતરાઓની પૂજા કરવામાં આવે છે.

YC