નદીમાં ડૂબી રહ્યું હતું હરણનું બચ્ચું ત્યારે જ તેના માટે ભગવાન બનીને આવ્યું આ શ્વાન, વીડિયો તમારું પણ દિલ જીતી લેશે

આજે દુનિયામાં આપણે નજર કરીએ તો માણસની માણસાઈ મરી પરવારી છે, ઘણા ઓછા લોકો હશે જે કોઈની મદદ કરવામાં માનતા હશે, ત્યારે બીજી તરફ પ્રાણીઓની માનવતા દિવસે દિવસે વધતી જોવા મળે છે. જેનું ઉદાહરણ આપતો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં જોવા મળી રહ્યું છે કે એક શ્વાન એક ડૂબતા હરણના બચ્ચાનો જીવ બચાવી રહ્યું છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે શ્વાને પોતાના જીવ પર રમીને હરણના બચ્ચાનો જીવ બચાવ્યો હતો. સોશિયલ મીડિયા યુઝર્સમાં આ વીડિયો ચર્ચાનો વિષય બન્યો છે. આ વીડિયો જોયા પછી તમને પણ સમજાઈ જશે કે શ્વાનને સૌથી બુદ્ધિશાળી પ્રાણી કેમ કહેવામાં આવે છે. આ વીડિયો લોકોના દિલ જીતી રહ્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે એક કાળો શ્વાન હરણના બચ્ચાને નદીમાંથી બચાવી રહ્યો છે. તે હરણના બચ્ચાને તેના જડબાથી પકડીને તેને બચાવીને કિનારે લાવે છે. રેસ્ક્યુ દરમિયાન શ્વાન હરણના બચ્ચાને મોઢામાં એવી જ રીતે પકડી લીધું છે જે રીતે તે તે પોતાના બચ્ચાને મોંઢાથી લાવતો હોય. આ દરમિયાન શ્વાન સંપૂર્ણ ધ્યાન રાખે છે કે હરણના બાળકને તેના દાંત ન વાગે.

સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થવાની સાથે જ લોકો આ શ્વાન અને તેના માલિકની પણ ખુબ જ પ્રસંશા કરી રહયા છે. ઘણા લોકો એમ પણ કહી રહ્યા છે કે આ શ્વાને માનવતા નિભાવી અને હરણના બચ્ચાનો જીવ બચાવ્યો. તો ઘણા લોકો એમ પણ કહી રહ્યા છે કે આ શ્વાન કોઈ હીરોથી કમ નથી.

Niraj Patel