ખતરનાક સાપની પાછળ પડી ગયું શ્વાનનું ટોળું, ઝાડીઓમાંથી બહાર કાઢીને કર્યું એવું કે વીડિયો તમારા પણ હોશ ઉડાવી દેશે, જુઓ

ક્યારેય જોઈ છે સાપ અને શ્વાનની લડાઈ ? પોતાના બચ્ચાઓ સાથે શ્વાનનું ટોળું તૂટ્યું પડ્યું ખતરનાક સાપ પર, જુઓ વીડિયોમાં છેલ્લે કોની થઇ જીત ?

Dog and snake fight : સાપનું નામ સાંભળતા જ આપણા હોશ ઉડી જાય અને તેમાં પણ જો કિંગ કોબ્રાની વાત આવે ત્યારે કોઈની પણ હાલત પતલી થઇ જતી હોય છે, ત્યારે સોશિયલ મીડિયામાં પણ સાપને લઈને ઘણા બધા વિડીયો વાયરલ થતા હોય છે, જેમાં ઘણીવાર સાપ અને નોળીયાની લડાઈ જોવા મળતી હોય છે તો ઘહણીવાર સાપ પકડવા વાળા દ્વારા સાપનો રેસ્ક્યુ કરવાનો વીડિયો સામે આવતો હોય છે.

પરંતુ શું તમે ક્યારેય સાપ અને શ્વાનની લડાઈ જોઈ છે ? હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં શ્વાન અને સાપની લડાઈ જોવા મળી રહી છે. આ વીડિયો ખરેખર રૂંવાડા ઉભા કરી દેનારો છે અને એટલે જ સોશિયલ મીડિયામાં આ વીડિયોને લોકો ખુબ જ જોઈ રહ્યા છે અને પસંદ પણ કરી રહ્યા છે.

વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ઝાડીઓમાં એક સાપ છુપાયેલો છે, જેને એક શ્વાન પોતાના મોઢામાં પકડીને બહાર કાઢે છે, બહાર પણ શ્વાનનું ટોળું ઉભું છે અને તેમાં નાના નાના બચ્ચા પણ જોવા મળી રહ્યા છે. સાપને બહાર કાઢતા જ બધા જ શ્વાન તેની પર તૂટી પડે છે અને પોતાના મોઢાથી આમતેમ ફેંકવા લાગે છે, સાપ પણ સામે પ્રતિકાર કરતો જોવા મળી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by İlhan Atalay (@ilhanatalay_)

પરંતુ શ્વાન આગળ લડવામાં સાપ નાકામ નીવડે છે અને શ્વાન તેને ફંફોસીને અધમરો કરી નાખે છે. આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવ્યો છે જેને અત્યાર સુધીમાં 12.5 મિલિયન કરતા પણ વધારે લોકો જોઈ ચુક્યા છે અને 4 લાખ 74 હજાર કરતા પણ વધારે લોકો લાઈક કરી ચુક્યા છે. આ ઉપરાંત ઘણા બધા લોકો વીડિયોને જોઈને પોતાના પ્રતિભાવ પણ આપી રહ્યા છે.

Niraj Patel