ફેક્ટ ચેક: જિલ્લા અધિકારીએ પોતાના ઘરની ગાય બીમાર થતા જ 7 ડોક્ટરોને લગાવ્યા ડ્યુટી પર ? જાણો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા લેટરની શું છે હકીકત

આપણા દેશમાં ઘણા બધા લોકો પોતાના ઘરે ગાય રાખતા હોય છે અને ગાય આપણા દેશનું ખુબ જ પૂજનીય પ્રાણી પણ છે. લોકો પોતાના ઘરે રાખતી ગાયને પરિવારના સભ્યની જેમ રાખતા હોય છે, ગાય બીમાર થતા જ પરિવારના સભ્યો તરત ડોક્ટરને બોલાવે છે અને તેની સારવાર કરાવતા હોય છે, પરંતુ હાલ સોશિયલ મીડિયામાં એક જિલ્લા અધિકારી દ્વારા ગાયની સારવાર માટે 7 ડોકટરોને ડ્યુટી ઉપર લગાવવાનો પત્ર વાયરલ થઇ રહ્યો છે.

આ ઘટના સામે આવી છે યુપીના ફતેહપુર જિલ્લામાંથી. જ્યાં ડીએમ અપૂર્વ દુબેની બીમાર ગાયની સંભાળ માટે સાત પશુ ચિકિત્સકોને ઇમરજન્સી ફરજનો સરકારી પત્ર રવિવારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ પત્ર સામે આવ્યા પછી ઘણા લોકો ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ સહિત તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાની તીવ્ર પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે અને તેને સરકારી તંત્રનો દુરુપયોગ ગણાવી રહ્યા છે. આ મામલે હવે ડીએમ અપૂર્વ દુબેનું નિવેદન સામે આવ્યું છે.

ડીએમ ડીએમ અપૂર્વ દુબેએ પોતાના બચાવમાં તમામ દોષ સીવીઓ અને ડેપ્યુટી સીવીઓ પર નાખતા કહ્યું કે આ બંને અધિકારીઓએ અનુશાસનહીનતાની ચરમસીમા ઓળંગી દીધી છે. મારા દોઢ વર્ષના કાર્યકાળ દરમિયાન તેમની ઘણી ખામીઓ સામે આવી છે. મારી છબી ખરાબ કરવા માટે ચીફ વેટરનરી ઓફિસર પોતે 544 પોસ્ટલ નંબરથી પત્ર જારી કરે છે અને બીજા જ દિવસે તે પોતે જ પોસ્ટલ નંબર 545 પરથી આ પત્ર રદ કરે છે.

આ કિસ્સામાં મેં CVO અને ડેપ્યુટી CVO સામે સસ્પેન્શન માટે પત્ર લખ્યો છે. આ સાથે ડીએમ અપૂર્વ દુબેએ કહ્યું, ‘હું પણ સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે મારા અને મારા પરિવારમાં કોઈએ ગાય નથી રાખી.’ જણાવી દઈએ કે ફતેહપુરના મુખ્ય પશુ ચિકિત્સા અધિકારી સંદીપ તિવારીએ 9 જૂને એક પત્ર જારી કર્યો હતો. તેમના આદેશમાં, તેમણે ડીએમ સાહિબાની બીમાર ગાયની સંભાળ લેવા માટે 7 પશુ ચિકિત્સક અધિકારીઓની ઇમરજન્સી ડ્યુટી લગાવી હતી.

આ ડ્યુટીમાં ડૉ. મનીષ અવસ્થી, વેટરનરી ઑફિસર ભીટોરા, ડૉ. ભુવનેશ કુમાર વેટરનરી ઑફિસર એરાયન, ડૉ. અનિલ કુમાર વેટરનરી ઑફિસરનો સમાવેશ થાય છે. ઓફિસર ઉકાથુ, ડો. અજય કુમાર દુબે વેટરનરી ઓફિસર ગાઝીપુર, ડો. શિવ સ્વરૂપ વેટરનરી ઓફિસર માલવાન, ડો. પ્રદીપ કુમાર વેટરનરી ઓફિસર અસોથર અને ડો. અતુલ કુમાર વેટરનરી ઓફિસર હસવાના નામ સામેલ હતા. આ સાથે, CVOએ કાળજી લેવા અને બેદરકારી રાખવા બદલ સવાર-સાંજ પગલાં લેવાની ચેતવણી આપી હતી.

Kashyap Kumbhani