“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”માં હવે આ દિગ્ગજ અભિનેત્રી કરશે ‘દયાબેન’નો રોલ ? જાણો વિગત

હાલ રૂપાલી ગાંગુલી સ્ટારર ટીવી શો “અનુપમા” સૌથી લોકપ્રિય માનવામાં આવે છે અને તે છેલ્લા કેટલાક સમયથી ટીઆરપી લિસ્ટમાં પણ ટોપ પર છે. પરંતુ એક સમય એવો હતો કે ટીવી શો “યે હે મોહબ્બતેં” ટીઆરપીમાં ટોપ પર રહેતો હતો.

Image Source

આ શોની લીડ અભિનેત્રી હતી દિવ્યાંકા ત્રિપાઠી. દિવ્યાંકા ત્રિપાઠીને આ શોથી ઘર ઘરમાં લોકપ્રિયતા મળી હતી. તમને જણાવી દઇએ કે, આ દિવસોમાં દિવ્યાંકા કેપટાઉનમાં છે અને તે તેના અપકમિંગ શો “ખતરો કે ખિલાડી”નું શુટિંગ કરી રહી છે.

આ વચ્ચે હવે દિવ્યાંકા ત્રિપાઠી સાથે જોડાયેલ દિલચસ્પ જાણકારી સામે આવી છે.”તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” આમ તો બધા મહત્વપૂર્ણ પાત્ર છે પરંતુ એક પાત્ર એવું છે જેના વિના આ શોની કલ્પના કરવી થોડી મુશ્કેલ છે અને તે છે દયાબેનનું પાત્ર. છેલ્લા 3-4 વર્ષથી દયાબેન આ શોમાં જોવા મળ્યા નથી. આ શોમાં દિશા વાકાણી દયાબેનનું પાત્ર નિભાવે છે. તેમણે વર્ષ 2017માં મેટરનીટી લીવ લીધી હતી અને તે બાદ તે પાછા આવ્યા નથી.

હવે દયાબેનના પાત્ર સાથે જોડાયેલ ખબર આવી રહી છે કે, ટીવીની મશહૂર અભિનેત્રી અને “યે હે મોહબ્બતેં” ફેમ દિવ્યાંકા ત્રિપાઠીને આ રોલ ઓફર થયો હતો. મીડિયા રીપોર્ટ્સ અનુસાર આ દિવસોમાં કહેવામાં આવી રહ્યુ છે કે, દયાબેનના આઇકોનિક રોલ માટે પહેલા દિવ્યાંકા ત્રિપાઠીને અપ્રોચ કરવામાં આવી હતી

પરંતુ તેમણે ના કહી દીધી હતી અને પછી આ રોલ દિશા વાકાણીને મળ્યો હતો. દિશાએ આ પાત્ર સાથે પૂરો ન્યાય કર્યો અને મહેનતના દમ પર આ શોથી તેઓ એટલા ફેમસ થઇ ગયા છે કે, દર્શકો આજે પણ તેમની શોમાં વાપસી કરવાની રાહ જોઇ રહ્યા છે.

આ ખબરો પર દિવ્યાંકા ત્રિપાઠીએ કોઇ રિએક્શન આપ્યુ નથી. એવામાં કહી શકાય નહિ કે આ ખબરોમાં શુ હકિકત છે. આ માટે અભિનેત્રીના સ્ટેટમેંટની રાહ જોઇ રહ્યા છે કે તે આના પર શુ કહે છે. શુ હકિકતમાં તેમને આ શો ઓફર થયો હતો કે આ અફવા છે ? આ તો માત્ર દિવ્યાંકા ત્રિપાઠી જ જણાવી શકે.

તારક મહેતા સિવાય અન્ય કેટલાક શો દિવ્યાંકા ત્રિપાઠીને ઓફર થયા હતા પરંતુ તેણે ના કહી દીધી હતી અને તે બધા શો હિટ સાબિત થયા હતા. આવા શોની લિસ્ટમાં “કયા હુઆ તેરા વાદા”માં મોના સિંહ, “આજ કી હાઉસવાઇફ સબ જાનતી હે”માં સોના, “પુર્ન વિવાહ”માં કૃતિકા સેંગર અને “કુછ તો લોગ કહેંગે”માં કૃતિકા કામરાએ લીડ રોલ નિભાવ્યો હતો. આ શો ઘણા હિટ સાબિત થયા હતા.

દિવ્યાંકાના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તે આ દિવસોમાં તેના અપકમિંગ રિયાલીટી શો “ખતરો કે ખિલાડી” સિઝન 11નું શુટિંગ કરી રહી છે તે હાલ કેપટાઉનમાં છે.

Shah Jina