શું “તારક મહેતા”માં ‘દયાભાભી’ના રોલમાં જોવા મળશે દિવ્યાંકા ત્રિપાઠી ? જાણો આ બાબતે દિવ્યાંકા ત્રિપાઠીએ શુ કહ્યુ…

ટીવીની મશહૂર અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી આ દિવસોમાં “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”માં ‘દયાબેન’ના રોલને લઇને ચર્ચામાં છે. ખબરોની માનીએ તો ટીવીનો સૌથી લોકપ્રિય અને ચર્ચિત શો “તારક મહેતા”માં દયાબેનનો રોલ દિવ્યાંકા ત્રિપાઠીને ઓફર થયો હતો. પરંતુ તેમણે આ રોલ પ્લે કરવાની ના કહી દીધી હતી.

રિપોર્ટ અનુસાર દિવ્યાંકા “તારક મહેતા” ઉપરાંત કેટલાક શોની ઓફર નકારી ચૂકી છે. જો કે, આ રિજેક્ટ કરેલ શો ટીવીના હિટ શો સાબિત થયા હતા અને લાંબા સમસ સુધી શોએ દર્શકોનું મનોરંજન કર્યુ હતુ. હવે આ ખબરોમાં કેટલી હકિકત છે તેના પર અભિનેત્રીએ પોતે પ્રતિક્રિયા આપી છે.

ઇટાઇમ્સના રિપોર્ટમાં દિવ્યાંકા સાથે જોડાયેલ સૂત્રએ કહ્યુ કે, દયાબેનના રોલ માટે અસિત મોદી સાથે દિવ્યાંકાની વાત ચાલી રહી છે, આ રીતની વાતોથી કોઇ ફાયદો નથી થતો સિવાય કે જનતા અને ખાસ કરીને શોના ચાહકોને આ વાતો ભ્રમિત કરે છે.

ઇટાઇમ્સે દિવ્યાંકા સાથે વાત કરી, તે રોહિત શેટ્ટી દ્વારા હોસ્ટ કરવામાં આવેલ “ખતરો કે ખિલાડી 11″માં પરફોર્મન્સ કર્યા બાદ કેપટાઉનથી આવી છે. “યે હે મોહબ્બતેં” ફેમ દિવ્યાંકા ત્રિપાઠીએ “તારક મહેતા”ની ટીમ તરફથી કોઇ પ્રસ્તાવ ન મળ્યાની પુષ્ટિ કરી છે. તેણે કહ્યુ કે, આ રીતની અફવાઓ વધારે નિરાધાર અને ગેર તથ્યાત્મક હોય છે.

તેણે કહ્યુ કે, તે એક શાનદાર શો છે, જેની ઘણી મોટી ફેન ફોલોઇંગ છે. પરંતુ મને લાગતુ નથી કે હું તે કરવા માટે ઉત્સુક છું. હું એક નવી અવધારણા અને નવા પડકારની શોધમાં છું.

તમને જણાવી દઇએ કે, શોમાં દયાબેનનો રોલ દિશા વાકાણી નિભાવી રહી હતી, જે વર્ષ 2017 બાદ આ શોમાં આવ્યા નથી, તેમની વાપસીને લઇને પણ ઘણી અટકળો લગાવવામાં આવી રહી છે. પરંતુ હજી સુધી તેમની વાપસી થઇ નથી.

Shah Jina