દિવ્યાંગ છોકરીએ ડેપ્યુટી CM ફડણવીસને પોતાના પગથી કર્યું તિલક અને ઉતારી આરતી, વીડિયોએ જીત્યા દિલ, જુઓ

મહારાષ્ટ્રના ડેપ્યુટી CM ફડણવીસ પણ રહી ગયા હેરાન, જયારે એક દિવ્યાંગ દીકરીએ તેના પગથી તિલક કરીને ઉતારી તેમની આરતી, પોસ્ટ કરીને કહ્યું એવું કે આંખોના પોપચાં ભીના થઇ જશે.. જુઓ વીડિયો

Divyang Girl Applies Tilak with foot  Fadnavis : સોશિયલ મીડિયામાં રોજ અલગ અલગ વિષયને લઈને ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે, ઘણા વીડિયોની અંદર એવી એવી ઘટનાઓ જોવા મળતી હોય છે, જેને જોઈને લોકો પણ હેરાન રહી જતા હોય છે. હાલ એવો જ એક વીડિયો મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ ફડનવીસે શેર કર્યો છે, જે લોકોના દિલ જીતી રહ્યો છે. આ વીડિયોમાં એક દિવ્યાંગ છોકરી પોતાના પગથી ડેપ્યુટી સીએમને તિલક કરતી અને આરતી ઉતારતી જોવા મળી રહી છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એક વિકલાંગ યુવતી પોતાના પગની મદદથી ડેપ્યુટી સીએમને તિલક લગાવી રહી છે અને આરતી પણ કરી રહી છે. આ વિડીયો શેર કરતા તેમણે લખ્યું છે- “ઘણી માતાઓ અને બહેનોએ મારા પર હાથ લહેરાવ્યો. કપાળ પર આશીર્વાદની સુગંધ લગાવી આજે પણ એ જ અનુભૂતિ સાથે કપાળ પર અંગૂઠો હતો, પણ તે પગનો હતો… હાથનો નહિ. આ ક્ષણો જીવનમાં આવે છે અને મનને અંદર બહારથી હલાવી દે છે.

તેમને પોસ્ટમાં આગળ લખ્યું, “શરીરમાં ઉત્તેજના આવે છે. આંખોના ખૂણા ભીના થઈ ગયા ક્ષણભર માટે, કારણ કે એ વિકલાંગ બહેનના ચહેરા પર સ્મિત ખીલી ઊઠ્યું, જે પગના અંગૂઠાથી તિલક લગાવતી અને પગ વડે આરતીની થાળી પકડીને ઉતારતી હતી. તેની આંખોમાં ચમક, જાણે નિયતિને પડકારતી હોય તેમ કહી રહી હતી, ‘તું મને હરાવીશ? મારે કોઈની સહાનુભૂતિ નથી જોઈતી, મને દયા જોઈતી નથી. હું મજબૂત છું. ”

ફડણવીસે કહ્યું, ‘આ જોઈને મેં એટલું જ કહ્યું, તાઈ, તમે લડતા રહો. અમે બધા તમારી સાથે છીએ.” આ વીડિયોને 3 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. તે જ સમયે, આ વીડિયોને 12 હજારથી વધુ લોકોએ લાઇક કર્યો છે. આ વીડિયો પર ઘણા યુઝર્સે પોતાની પ્રતિક્રિયા આપી છે. એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું છે – ખૂબ જ ક્યૂટ વીડિયો. કોમેન્ટ કરતી વખતે અન્ય યુઝરે લખ્યું છે – શાનદાર વીડિયો

Niraj Patel