બ્લેક અને ગોલ્ડન લહેંગામાં ટી સીરીઝના માલિકની પત્ની દિવ્યાએ ફ્લોન્ટ કર્યુ ગજબનું ફિગર…તસવીરો અને વીડિયો જોઇ ચાહકો ખોઇ બેસશે પોતાના હોંશ

બોલિવૂડ એક્ટ્રેસ દિવ્યા ખોસલા હાલમાં જ પોતાના નામમાંથી પતિની સરનેમ ‘કુમાર’ હટાવી દેવાને કારણે ઘણી ચર્ચામાં હતી. જો કે, આની પાછળનું કારણ જ્યોતિષની સલાહ હોવાનું સામે આવ્યુ હતુ.

ત્યારે હાલમાં ફરી એકવાર દિવ્યા ચર્ચામાં છે, જેનું કારણ તેનો હોટ અવતાર છે. લેક્મે ફેશન વીક 2024માં સ્ટાર્સનો મેળો લાગ્યો હતો. ત્યારે આ ફેશન વીકના ત્રીજા દિવસે એક્ટ્રેસ દિવ્યા ખોસલાએ લાઇમલાઇટ લૂંટી. દિવ્યા ખોસલાએ પોતાની હોટ સ્ટાઇલથી રેમ્પ પર આગ લગાવી હતી.

તેણે ડિઝાઈનર રાજદીપ રાણાવતના બ્લેક-ગોલ્ડન લહેંગામાં કેટ વોક કર્યું હતું. આ લહેંગો ખૂબ જ ચમકદાર લાગી રહ્યો હતો. આ લહેંગા સાથે દિવ્યાએ દુપટ્ટાની જગ્યાએ શ્રગ કેરી કર્યુ હતુ અને આ દરમિયાન તેણે તેના શોર્ટ હેર ફ્લોન્ટ કર્યા હતા.

આ દરમિયાનનો તેનો બેક સ્ટેજ વીડિયો પણ સામે આવ્યો છે. અભિનેત્રીનો રેમ્પ વોક માટે રેડી થતો વીડિયો સામે આવ્યો છે, જેમાં તેની અદાઓ જોવાલાયક છે. દિવ્યાની પ્રોફેશનલ લાઇફની વાત કરીએ તો, તે એક્ટ્રેસ હોવાની સાથે સાથે ફિલ્મ પ્રોડ્યુસર પણ છે.

દિવ્યાએ યારિયાં (2014), ક્લાસ ઓફ 2013 અને સનમ રે જેવી ફિલ્મોનું દિગ્દર્શન કર્યું છે. તે યારિયાં 2, સત્યમેવ જયતે 2, સત્યમેવ, અબ તુમ્હારે હવાલે વતન સાથીઓ જેવી ફિલ્મોમાં પણ જોવા મળી છે. દિવ્યા ખોસલા પહેલીવાર વર્ષ 1997માં ફાલ્ગુની પાઠકના ગીત ‘આયો રામા’માં જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

આ પછી તેણે ઘણા મ્યુઝિક આલ્બમમાં કામ કર્યું, જેમાંથી એક સલમાન ખાન સાથે હતો. પર્સનલ લાઇફની વાત કરીએ તો, વર્ષ 2005માં દિવ્યાએ ટી સીરીઝના માલિક ભૂષણ કુમાર સાથે લગ્ન કર્યા હતા અને આ લગ્નથી કપલને એક દીકરો પણ છે.

 

View this post on Instagram

 

A post shared by Lakmē Fashion Week (@lakmefashionwk)

Shah Jina