આ કરોડપતિ ખાનદાનની વહુએ શેર કરી ગોર્જીયસ તસવીરો, લાઈક કરવા લોકો તૂટી પડ્યા

વર્ષ 2004માં રિલીઝ થયેલી ફિલ્મ ‘અબ તુમ્હારે હવાલે વતન સાથીયો’માં કામ કરનાર અભિનેત્રી દિવ્યા ખોસલા T-Seriesના ફાઉન્ડર ગુલશન કુમારની વહુ છે. આ ફિલ્મમાં તે અક્ષય કુમારની હીરોઈન હતી.ગુલશન કુમારની વહુ દિવ્યા ખોસલા કુમાર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવાર નવાર તેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. તેની સોશિયલ મીડિયા પર ફેન ફોલોઇંગ પણ ઘણી સારી છે અને આ  વાતનો અંદાજ એ પરથી લગાવી શકાય કે તેની કોઇ પણ તસવીરો વાયરલ થતા વાર નથી લાગતી. દિવ્યાએ હાલમાં જ તેની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

આ તસવીરોમાં દિવ્યા ડિઝાઈનર લહેંગામાં જોવા મળી રહી છે. ચહેરા પર ઉડતી ઝુલ્ફો અને ગળામાં એક મોટો હાર દિવ્યાની સુંદરતામાં વધારો કરી રહ્યા છે. ત્યાં, તેણે તેના વાળમાં ગજરા અને કાનમાં મોટી બુટ્ટીઓ કેરી કરી છે. તેના ફેન્સ દિવ્યા ખોસલાની તસવીરોના વખાણ કરતા થાકતા નથી. આ તસવીરો શેર કરતાં દિવ્યા ખોસલાએ લખ્યું- શો પછી. તેની આ તસવીરો પર યુઝર્સ ઉગ્ર કમેન્ટ કરી રહ્યા છે. બાલિકા વધુની અભિનેત્રી માહી વિજે લખ્યું – પ્રીટી. એક યુઝરે લખ્યું – લહેંગા અને તેનો રંગ ખૂબ જ સુંદર છે.

દિવ્યાના વખાણમાં કવિતા લખતી વખતે એક વ્યક્તિએ કહ્યું – જે પળે તમે સ્માઇલ કરો છો તે પળ રોજ જોઇએ, ચાંદની જેમ ખિલેલો ચહેરો તમારો આજે અને કાલે જોઇએ. દિવ્યા ખોસલાનો જન્મ 20 નવેમ્બર 1987ના રોજ દિલ્હીમાં થયો હતો. દિવ્યાએ પોતાના કરિયરની શરૂઆત 2004માં આવેલી તેલુગુ ફિલ્મ ‘લવ ટુડે’થી કરી હતી. જોકે, બીજા જ વર્ષે એટલે કે 2005માં તેણે ગુલશન કુમારના પુત્ર ભૂષણ કુમાર સાથે લગ્ન કર્યા અને ફિલ્મોથી દૂર રહી.દિવ્યા ખોસલાએ ટી-સિરીઝના સ્થાપક ગુલશન કુમારના પુત્ર ભૂષણ કુમાર સાથે 13 ફેબ્રુઆરી, 2005ના રોજ લગ્ન કર્યા.

વર્ષ 2011માં લગ્નના 6 વર્ષ પછી, તેણે એક પુત્ર રુહાનને જન્મ આપ્યો. ગુલશન કુમારના પરિવારમાં પુત્ર ભૂષણ કુમાર, પુત્રવધૂ દિવ્યા ખોસલા કુમાર અને બે પુત્રીઓ તુલસી અને ખુશાલી કુમાર છે. દિવ્યા અને ભૂષણ કુમારના લગ્ન શ્રીમાતા વૈષ્ણોદેવી ધામ કટરામાં થયા હતા. ગુલશન કુમાર માતા રાણીના પરમ ભક્ત હતા અને આ જ કારણ હતું કે તેમણે વૈષ્ણો માતાના દરબારમાં પુત્રના લગ્ન થયા હતા. તમને જણાવી દઈએ કે દિવ્યા અને ભૂષણ કુમારની પહેલી મુલાકાત ફિલ્મ ‘અબ તુમ્હારે હવાલે વતન સાથીયો’ના શૂટિંગ દરમિયાન થઈ હતી.

બાદમાં બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા અને લગ્ન કરવાનો નિર્ણય લીધો. તમને જણાવી દઈએ કે દિવ્યા હવે 11 વર્ષના પુત્ર રૂહાનની માતા છે. દિવ્યા ખોસલાએ તેની કારકિર્દીની શરૂઆત ફાલ્ગુની પાઠકના આલ્બમ આયો રામા હાથ સે યે દિલ ખો ગયા સાથે કરી હતી. આ પછી તે કુણાલ ગાંજાવાલાના મ્યુઝિક વીડિયોમાં જોવા મળી હતી. આમાં તેની સાથે સલમાન ખાને પણ કામ કર્યું હતું.

ફિલ્મોમાં અભિનય ઉપરાંત દિવ્યાએ નિર્દેશનમાં પણ હાથ અજમાવ્યો છે. તેણે ફિલ્મ ‘સનમ રે’નું નિર્દેશન કર્યું છે. આ સાથે તેણે આ ફિલ્મમાં આઈટમ નંબર પણ કર્યુ છે. લગભગ 20 મ્યુઝિક વીડિયો ડિરેક્ટ કર્યા બાદ દિવ્યા ખોસલા કુમારે 2014માં ફિલ્મ ‘યારિયાં’નું નિર્દેશન કર્યું હતું. દિવ્યા 2015માં રણબીર કપૂરની ફિલ્મ ‘રોય’માં પ્રોડ્યુસર તરીકે જોડાઈ હતી.

Shah Jina