દયાભાભી ઉર્ફે દિશા વાકાણીના લગ્નની તસવીરો થઇ સોશિયલ મીડિયામાં વાયરલ, જુઓ દુલ્હન દયાભાભીની ખૂબસુરત તસવીરો

“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શો સતત 12-13 વર્ષથી લોકોનું મનોરંજન કરી રહ્યો છે અને આ શો હવે લગભગ દરેક ઘરની પહેલી પસંદ પણ છે. આમ તો શોના દરેક પાત્રો તેમના મજાકિયા અંદાજ માટે જાણિતા છે પરંતુ તેમાં જેઠાલાલ અને દયાભાભીની વાત કંઇ અલગ છે. હાલ દયાભાભીના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

દયાભાભીએ આ શોથી હાલ દૂરી બનાવી લીધી છે. ઘણીવાર તેમની વાપસીના સમાચાર પણ વહેતા થતા રહેતા હોય છે. પરંતુ હાલ તો શોમાં તેમની વાપસી થઇ નથી. આ શોમાં જેઠાલાલ અને દયાભાભીને ઘણા પસંદ કરવામાં આવે છે. ત્યારે હાલ દયાભાભી તેમના લગ્નની તસવીરોને લઇને ચર્ચામાં આવ્યા છે.

લગ્નના જોડામાં તે ઘણી જ ખૂબસુરત લાગી રહી છે. દિશા વાકાણીએ મયૂર પડિયા સાથે વર્ષ 2015માં લગ્ન કર્યા હતા, જેની તસવીરો સોશિયલ મીડિયા પર છવાઇ ગઇ છે.

દિશા વાકાણીએ તેના લગ્નમાં વ્હાઇટ સિલ્કની સાડી પહેરી છે, જેની બોર્ડર અને પાલવ રેડ છે. સાડી પર જરીનું કામ કરેલ છે. તેને આ આઉટફિટને ઘણી જ્વેલરી સાથે કેરી કર્યો છે. આ સાથે જ તેનો બ્રાઇડેલ મેકઅપ ખૂબ જ પરફેક્ટ લાગી રહ્યો છે.

દિશા વાકાણીની એક દીકરી પણ છે.લગ્નના કેટલાક વર્ષ બાદ તે માતા બની હતી. ત્યારે તેણે શોથી બ્રેક લીધો હતો અને તે હજી સુધી શોમાં પાછી ફરી નથી.

દિશા વાકાણી આજે પણ દયાભાભીના નામે પોપ્યુલર છે. દિશાના ચાહકો તેને ઘણુ જ યાદ કરતા રહે છે. હાલ તો દિશા તેની દીકરીની દેખરેખ રાખી રહી છે અને પરિવાર સાથે સમય વીતાવી રહી છે. તે સોશિયલ મીડિયાથી પણ દૂર છે.

ઘણીવાર દિશાની વાપસીની ખબરો પર શોના પ્રોડ્યુસરનું નિવેદન પણ સામે આવ્યુ છે. શોના પ્રોડ્યુસરનું નિવેદન આવ્યુ હતુ કે, તેમના વારંવાર કહેવા પર પણ દિશા કામ પર પાછી આવી શકતી નથી, જેનાથી નિરાશ થઇને મેકર્સે હવે દયાબેનની તપાસ કરવાનુ કામ શરૂ કરી દીધુ છે.

Shah Jina