બોલિવુડ અભિનેત્રી દિશા પટનીએ શનિવારે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી હતી. આ તસવીરોને ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. આ તસવીરો પર લોકો ખૂબ કમેન્ટ કરી રહ્યા છે.
દિશા પટની તેના લુકને લઇને અવાર નવાર ચર્ચામાં રહેતી હોય છે. હાલમાં જ દિશાએ ઇન્સ્ટાગ્રામ પર તેની તસવીર શેર કરી છે. આ તસવીરોમાં તે ખૂબ જ હોટ અને ગ્લેમરસ લાગી રહી છે.
આ તસવીરોમાં તે એક મિડનાઇટ બ્લુ ડ્રેસમાં જોવા મળી રહી છે. તેણે તેના વાળને ખુલ્લા રાખ્યા હતા અને તેણે આ લુકને કમ્પલિટ કરવા માટે મેકઅપ કર્યો હતો. આ તસ્વીર પર ઘણી સેલેબ્સએ કોમેન્ટ કરી, તો જેકી શ્રોફની લાડકી દીકરી ક્રિષ્ના શ્રોફ એ પણ કોમેન્ટ કરી હતી
તમને જણાવી દઇએ કે, દિશા ઇન્સ્ટાગ્રામ પર તેના વર્કઆઉટના વીડિયો પણ શેર કરતી હોય છે. ખાસ તો તેના શુટ ચાહકોને ઘણા પસંદ આવે છે.ખુશ્બુ પટનીએ આ મિડનાઇટ બ્લુ મીડીવાળી તસ્વીર પર કોમેન્ટ કરી ને કહ્યું કે ‘સ્ટ્રોંગ લેગ્સ’
View this post on Instagram
દિશાના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તે સલમાન ખાનની ફિલ્મ “રાધે’માં જોવા મળશે. આ પહેલા સલમાન ખાન અને દિશાએ ફિલ્મ “ભારત”માં સાથે કામ કર્યુ હતું.