અભિનેત્રી દિશા પટનીને બિલાડી સાથે કંઈક એવી તસવીરો મૂકી કે ચાહકોએ આપ્યુ આવુ રિએક્શન, દિશા ની આ અદા પર થઇ જશો ફિદા

બોલિવુડ અભિનેત્રી દિશા પટની ખૂબ જ ખૂસસુરત અભિનેત્રીઓમાંની એક છે. દિશાની અદાઓના ચાહકો દીવાના છે અને તેના બોલ્ડ અંદાજના તો ચાહકો કાયલ છે. તેની તસવીરો સોશિયલ મીડિયા પર આવતા છવાઇ જાય છે. અભિનેત્રીએ હાલમાં જ કેટલીક તસવીર શેર કરી છે. આ તસવીર સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઇ રહી છે. દિશાના ચાહકો પણ તેમના પર ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે.

દિશા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેની તસવીરો તેમજ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર 44M ફોલોઅર્સ છે. અને એટલે જ તેની કોઇ પણ તસવીરો જલ્દીથી જ સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે.

હાલમાં જ દિશાએ તેની કેટલીક તસવીર તેની બિલાડી સાથે શેર કરી છે, જે ખૂબ વાયરલ થઇ રહી છે. આ તસવીરોમાં દિશા પટની તેની બિલાડીઓ પર પ્રેમ વરસાવતી નજરે પડી રહી છે.

દિશાએ આ તસવીર શેર કરવાની સાથે સાથે કેપ્શન પણ લખ્યુ છે કે, મારી જેસ્મિન અને કિટી. અભિનેત્રીની આ તસવીરો પર લગભગ 3 જ કલાકમાં 10 લાખથી વધારે લાઇક્સ મળી ચૂકી છે.

દિશા પટનીની આ તસવીર પર ચાહકો ખૂબ જ કમેન્ટ કરી રહ્યા છે. એક ચાહકે લખ્યુ કે, હે ભગવાન મને આગળના જન્મમાં બિલાડી બનાવજે. એક અન્ય ચાહકે લખ્યુ કે, હવે જઇને સન્ડે હેપ્પી બન્યો. ચાહકો દિશાની આ તસવીર પર અલગ અલગ કમેન્ટ કરી પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

દિશા પટનીના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તેણે બોલિવુડમાં ફિલ્મ “એમ એસ ધોની : ધ અનટોલ્ડ સ્ટોરી”થી ડેબ્યુ કર્યુ હતુ. આ ફિલ્મમાં બોલિવુડ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત હતા. તે બાદ દિશા જૈકી ચેન સાથે ફિલ્મ “કુંગ ફૂ યોગા”માં જોવા મળી હતી. દિશા છેલ્લે સલમાનની “રાધે”માં જોવા મળી હતી. આ ઉપરાંત તેણે સલમાન સાથે ફિલ્મ “ભારત”માં પણ કામ કર્યુ હતુ.

દિશાએ આ તસવીરો શેર કર્યા બાદ તેના પેટ ડોગ બેલાનો પણ એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયો પર પણ ચાહકો પ્રતિક્રિયા આપી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by disha patani (paatni) (@dishapatani)

Shah Jina