ટૂંકી ટૂંકી ચડ્ડીઓ છોડી દેશી સ્ટાઇલમાં દેખાઈ દિશા પટની, તસવીરો જૂમ કરી કરી જોવા લોકો થયા મજબૂર
હંમેશા પોતાની તસવીરોથી સોશિયલ મીડિયા પર સનસની મચાવનારી બોલિવુડ અભિનેત્રી દિશા પટનીનો હાલમાં અલગ જ અંદાજ જોવા મળ્યો હતો.
આ વખતે દિશા બિકી બેબ નહિ પરંતુ એક સંસ્કારી છોકરી લાગી રહી છે. દિશાાએ સલવાર સૂટમાં સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે, જે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહી છે. ચાહકો દિશાની આ તસવીરોને ખૂબ પસંદ કરી રહ્યા છે.
ચાહકો સાથે સાથે ટાઇગર શ્રોફની માતાને પણ દિશાનો આ લુક પસંદ આવી રહ્યો છે. દિશા પટનીને બોલિવુડના બિકી બેબ, સ્ટાઇલ દીવા કહેવામાં આવે છે. આ વખતે દિશાનો જે અંદાજ જોવા મળ્યો છે તે ખરેખર ખૂબ જ ગોર્જિયસ છે.
દિશા ગ્રીન સલવાર સૂટમાં જોવા મળી રહી છે. તેણે તેના વાળને ખુલ્લા રાખ્યા છે અને કાનમાં ઇયરિંગ્સ કેરી કરી હતી. દિશાના આ દેસી લુકને ચાહકો ઘણો જ પસંદ કરી રહ્યા છે અને પ્રશંસા પણ કરી રહ્યા છે.
દિશા તેના કોઇ મિત્રના લગ્નમાં સામેલ થવા માટે ગઇ હતી અને તેણે મંગળવારે આ તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. દિશાનો આ અનારકલી સુટ અબૂ સંદીપે ડિઝાઇન કર્યો છે. અનારકલી સાથે દિશાએ એક સુંદર નેટનો દુપટ્ટો પણ કેરી કર્યો હતો. દિશાએ તેેના લુકને સિંપલ રાખ્યો હતો.
દિશાએ આ પોસ્ટને એક ફૂલ ઇમોજી સાથે કેપ્શન આપ્યુ હતુ. સોશિયલ મીડિયા પર તેની આ તસવીરો ઝડપથી વાયરલ થઇ રહી છે અને અત્યાર સુધી તો 16 લાખથી વધુ લોકો આને લાઇક પણ કરી ચૂક્યા છે. દિશાની આ તસવીર પર ચાહકો સાથે સાથે તેના કથિત બોયફ્રેન્ડ અને અભિનેતા ટાઇગર શ્રોફની માતા આયશા શ્રોફે પણ કમેન્ટ કરી છે.
દિશાએ તેના આ દેસી લુક સાથે મિનિમલ જ્વેલરી કેરી કરી હતી. તેણે મેકઅપ માટે હેવી ફાઉન્ડેશન, સ્લીક, આઇ-લાઇનર, બીમિંગ હાઇલાઇટર, બ્રાઉન આઇ શેડો, ગ્લોસી લિપ્સ અને વાળને સાઇડ પાર્ટેડ કરતા ખુલ્લા રાખ્યા હતા. દિશાની આ તસવીરો પર ચાહકોએ ગોર્જિયસ, બ્યુટી ક્વિન જેવા કોમ્પલીમેંટ આપ્યા છે.
તમને જણાવી દઇએ કે, ઘણા લાંબા સમયથી દિશા અને ટાઇગરના રિલેશનની ખબરો આવી રહી છે. પરંતુ હજી સુધી બંનેમાંથી કોઇએ પણ તેમના સંબંધ વિશે પુષ્ટિ કરી નથી. દિશાએ તેની નજીકની મિત્ર સાક્ષી ચૌધરી સાથે પણ ઇન્સ્ટા સ્ટોરી પર તસવીર શેર કરી હતી, જેમાં તે બંને માસ્ક પહેરેલા પણ જોવા મળી રહ્યા છે. આ સાથે જ દિશાએ તેની મિરર સામેની એક સુંદર તસવીર પણ શેર કરી છે અને કહ્યુ કે, તેણે તેનો મેકઅપ અને સ્ટાઇલ પોતે કરી છે.
દિશાના વર્કફ્રંટની વાત કરીએ તો, તે છેલ્લે “રાધે : યોર મોસ્ટ વોન્ટેડ ભાઇ”માં જોવા મળી હતી. તેની અપકમિંગ ફિલ્મ “એક વિલન 2” છે. એક્શન થ્રિલર આ ફિલ્મમાં તારા સુતારિયા, અર્જુન કપૂર અને જોન અબ્રાહમ પણ છે. દિશા પાસે એકતા કપૂરની કેટીના પણ છે. તેમાં અક્ષય ઓબેરોય અને સની સિંહ પણ મુખ્ય ભૂમિકામાં છે.