ગુજરાતની 17 વર્ષની સોશિયલ મીડિયામાં રીલ બનાવતી સગીરાને ફિલ્મોમાં કામ આપવાનું કહીને ડાયરેક્ટર લઇ ગયો મુંબઈ અને પછી હોટલમાં…

17 વર્ષની સગીરાને કહ્યું કે તને હિરોઈન બનાવી દઈશ… કહીને ગુજરાતી ડિરેક્ટરે સગીરાની આબરું લુંટવાનો પ્રયાસ કર્યો, જાણો પછી શું થયું

Dirty work with gujarati teen : આજકાલ ટીવી અને ફિલ્મોમાં કલાકારોને જોઈને પોતાને પણ કલાકાર બનવાની ઈચ્છા થઇ જતી હોય છે અને આ કલાકાર બનવાના ચક્કરમાં કેટલાક લોકો ફાયદો પણ ઉઠાવી જતા હોય છે. તો  યુવતીઓ પણ આવા ચક્કરમાં ફસાઈ જતી હોય છે. આજે જમાનો સોશિયલ મીડિયાનો છે અને યુવતીઓ અને કિશોરીઓ ફેમસ થવા માટે સોશિયલ મીડિયાના ડાન્સ કરતા કે અભિનય કરતા વીડિયો પણ પોસ્ટ કરતા હોય છે, ત્યારે ઘણા ફ્રોડ લોકોની નજર આવા એકાઉન્ટ પર પણ રહેતી હોય છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

સગીરાનો ઉઠાવ્યો ફાયદો :

હાલ ગુજરાતમાંથી એક એવી જ ઘટના સામે આવી છે, જેમાં ફિલ્મોમાં કામ કરવા માંગતી અને સોશિયલ મીડિયામાં રીલ બનાવતી એક 17 વર્ષની સગીરાનો ગુજરાતી અભિનેતા- ડાયરેક્ટરે ફાયદો ઉઠાવ્યો હતો અને તેની સાથે જબરદસ્તી કરવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ સમય રહેતા સગીરા ભાગી ગઈ અને પોલીસ પાસે પહોંચી હતી. જેના બાદ પોલીસે ગુજરાતી ડાયરેક્ટર – અભિનેતાની ધરપકડ કરી લીધી છે.

ગુજરાતી ફિલ્મોમાં કામ કરવાની આપી લાલચ :

આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર ગુજરાતમાં રહેતી એક 17 વર્ષની સગીરાને સોશિયલ મીડિયામાં રીલ બનાવવાનો ખુબ જ શોખ હતો અને અભિનયમાં પણ તેને રસ હતો. જેના કારણે ગત 13 ડિસેમ્બરના રોજ તેના કાકાએ તેની મુલાકાત મુંબઈના એક વ્યક્તિ સાથે કરાવી હતી.  તેને પોતાને ગુજરાતી ફિલ્મોનો અભિનેતા અને ડાયરેક્ટર ગણાવ્યો હતો. જેના બાદ સગીરાને અભિનય શીખવી અને ફિલ્મોમાં કામ અપાવશે તેમ લાલચ પણ આપી.

મુંબઈની હોટલમાં ગંદુ કામ કર્યું :

ત્યારે કાકાએ તેના પર વિશ્વાસ રાખીને પોતાની ભત્રીજી તેને સોંપી હતી અને પછી  સગીરાને 24 ડિસેમ્બરના રોજ પોતાની સાથે મુંબઈ લઇ આવ્યો અને અંધેરીની એક હોટલમાં રાખી, જ્યાં 25 ડિસેમ્બરના રોજ સગીરા સાથે તેને બળજબરી કરવાનો પ્રયાસ કરતા જ સગીરા હોટલમાંથી ભાગી અને નજીકના પોલીસ સ્ટેશન પહોંચી હતી. જેના બાદ મુંબઈ પોલીસે હોટલના રૂમમાંથી ધરપકડ કરીને પોક્સો એક્ટ હેઠળ ગુન્હો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

Niraj Patel