અરે ભાઇ હું જીવતો છું, મર્યો નથી…આખરે કેમ આપવી પડી બોલિવુડ ડાયરેક્ટર સાજિદ ખાનને આવી સફાઇ…જુઓ વીડિયો

મોતની અફવા પર ‘હાઉસફુલ’ના ડાયરેક્ટર સાજિદ ખાને તોડી ચુપ્પી, બોલ્યા- હું હજુ જીવતો છું

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા સાજિદ ખાનનું 22 ડિસેમ્બરે અવસાન થયું હતું. તેઓ લાંબા સમયથી કેન્સર સામે લડી રહ્યા હતા. સાજિદે મધર ઈન્ડિયા ફિલ્મમાં નાના સુનિત દત્તની ભૂમિકા ભજવી હતી. સાજિદ ખાનના નિધનની માહિતી તેમના પુત્ર સમીરે આપી હતી. સાજિદના નિધનના સમાચાર બુધવારે સામે આવ્યા બાદ કેટલાક લોકોને એવું લાગવા લાગ્યું કે હાઉસફુલ ડિરેક્ટર સાજિદ ખાનનું નિધન થઈ ગયું છે. બંનેનું નામ એક જ હોવાથી લોકોને આ ગેરસમજ હતી.

બોલિવુડ ડાયરેક્ટર સાજિદ ખાનના મોતની અફવા ફેલાઇ

ત્યારે હવે પોતે સાજિદ ખાને લોકોની ગેરસમજ દૂર કરી છે. તેણે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરી જાણકારી આપી હતી. વીડિયો શેર કરીને સાજિદ ખાને જણાવ્યું કે જે વ્યક્તિનું નિધન થયું છે તે અભિનેતા સાજિદ ખાન છે. વીડિયો શેર કરતી વખતે સાજિદે લખ્યું- RIP સાજિદ ખાન (1951-2023) હું નહીં… કેટલાક લોકોએ મારી તસવીર સાથે આ રિપોર્ટ પ્રકાશિત કર્યો છે.

મારી આત્માને શાંતિ નહિ મળે

વીડિયોમાં સાજિદ કહે છે- હું ભૂત છું, હું સાજિદ ખાનનું ભૂત છું. હું તમને બધાને ખાઈ જઇશ. મારી આત્માને શાંતિ નહિ મળે. અરે કેવી રીતે મળે ? એ બિચારા સાજીદ ખાન 70 વર્ષના હતા. 1957માં આવેલી મધર ઈન્ડિયામાં જે નાના સુનીલ દત્ત બન્યા હતા. તેમનો જન્મ 1951માં થયો હતો. મારો જન્મ 20 વર્ષ પછી થયો. તેમની ડેથ થઇ ગઇ. તેમની આત્માને શાંતિ મળે.

અરે ભાઇ હું જીવતો છું, મર્યો નથી

પરંતુ મીડિયાના કેટલાક બેજવાબદાર લોકોએ મારો ફોટો પોસ્ટ કર્યો. સાજિદ ખાને આગળ કહ્યું – મને ગઈ રાતથી લોકો તરફથી મેસેજ આવી રહ્યા છે, રેસ્ટ ઇન પીસ. લોકોના ફોન આવી રહ્યા છે કે તમે જીવિત છો ને. અરે ભાઈ હું જીવતો છું. નથી મર્યો તમારા લોકોની દુઆથી. હું હાથ જોડીને વિનંતી કરું છું કે જેઓ અત્યારે મને જોઈ રહ્યા છે, હું જીવતો છુ. ભગવાન સાજીદ ખાનની આત્માને શાંતિ આપે.

 

View this post on Instagram

 

A post shared by Sajid Khan (@aslisajidkhan)

Shah Jina