“સસુરાલ સીમર કા” ની દીપિકા વિષે લોકો બોલ્યા- સાસરીવાળા એ કર્યો નોકરાણી જેવો વ્યવહાર-અભિનેત્રીએ આપ્યો જડબાતોડ જવાબ

બીજા ધર્મમાં નિકાહ કરનાર દીપિકા સાથે નોકરાણી જેવો વ્યવહાર થાય છે? થયો મોટો ખુલાસો

બુધવારે દીપિકા કક્કડ અને શોએબ ઇબ્રાહિમે લાઈવ સેશન કર્યો.આ દરમિયાન કેટલાય લોકોએ એના સાસરીવાળા પર આરોપ મુક્યો કે એ દીપિકા સાથે નોકરાણી જેવો વ્યવહાર કરે છે.

બોલિવૂડ હોય કે ટીવી ઇન્ડસ્ટ્રીના સેલેબ્સ, કોઈને પણ ટ્રોલિંગનો સામનો કરવો પડતો હોય છે. “સસુરાલ સિમર કા”ની અભિનેત્રી દીપિકા કક્કડ માટે પણ આમ વાત થઇ ગઈ છે. તે સોશિયલ મીડિયા પર ખુબ જ એકટીવ રહે છે અને તે તેની તસ્વીર અને વિડિયો તેના ચાહકો સાથે શેર કરે છે.

તે તેના પતિ શોએબ ઇબ્રાહિમ અને સાસરીવાળા સાથે પણ તસ્વીર શેર કરતી રહે છે. એવામાં  કેટલીયવાર લોકો તેને ટ્રોલ કરે છે. પરંતુ આ વખતે લોકોએ તેના સારીવાળા પર આરોપ મુક્યો છે. જેનો તેને જડબાતોડ જવાબ આપ્યો.

લોકોએ આરોપ લગાવ્યો કે દીપિકા જોડે તેના સાસરીવાળા નોકરાણી જેવો વ્યવહાર કરે છે અને તેના પ્રાઇવસી નો ભંગ કરે છે.  પરફેક્ટ વહુની જેમ દીપિકા કક્કડે પરિવારનો સાથે આપ્યો અને હેટર્સની બરાબર ક્લાસ લીધી. દીપિકાએ જણાવ્યું કે તે ઘર અને કામમાં બેલેન્સ કરી ગર્વ અનુભવે છે.

પાછલા દિવસોમાં શોએબના પિતાને બ્રેન સ્ટોક થયો હતો. તે ત્રણ અઠવાડિયાથી હોસ્પિટલમાં રહ્યા હતા. પિતાના ઘરે આવ્યા પછી આ કપલે તેમનો રૂમ પિતાને આપી દીધો અને દીપિકા અને શોએબ ગેસ્ટ રૂમમાં શિફ્ટ થઇ ગયા.

આને ધ્યાનમાં રાખીને કેટલાક લોકોએ શોએબને મેસેજ કરીને કહ્યું કે તેણે દીપિકાની પ્રાઇવસી લઇ લીધી. જેની પર દીપિકાએ કહ્યું કે આવા મેસેજ તમે શોએબને મોકલી રહ્યા છો તમને પોતાની ઉપર શરમ આવી જોઈએ કે આવી નાની વાતોને વધારી અમને ટ્રોલ કરી રહ્યા છો.

મારા સસરા અને સાસુ મને દીકરીની જેમ ચાહે છે અને હું મારા પિતાની જેમ તેમની પણ ચિંતા કરું છું અને પ્રેમ કરું છું. એમના માટે અમારે કોઈ રસ્તાના કિનારે રહેવું પડે તો પણ અમે તૈયાર છે તમે મારી ચિંતા માટે આ બધું કહેતા હોય તો અહીંથી તમે ચાલ્યા જાઓ.

મને આવી હમદર્દી નથી જોઈતી. દીપિકા અને શોએબ ટીવીની દુનિયાના મોસ્ટ લવ્સ કપલ છે. બંનેની જોડી ખુબ જ પસંદ કરવામાં આવી રહીઓ છે. “સસુરાલ સિમર કા” ફેમ ટીવી અભિનેત્રી દીપિકા કક્કરને લઇને ખબરો ચાલી રહી છે કે તે પ્રેગ્નેટ છે. કેટલાક ચાહકો અને સંબંધીઓના સવાલ બાદ પોતે દીપિકા કક્કર અને શોએબ ઇબ્રાહિમે જણાવ્યુ છે કે, આખરે હકિકત શુ છે.

શોએબ ઇબ્રાહિમે હાલમાં જ ચાહકો સાથે એક સરપ્રાઇઝ લાઇવ સેશન કર્યુ. આ વીડિયોમાં બંનેએ પ્રેગ્નેંસીની ખબરોને જૂઠી જણાવી. સાથે જ તેમણે કહ્યુ કે, તેમની લાઇફ સાથે જોડાયેલ ખબર તે ચાહકો સાથે પોતે શેર કરશે, હાલ આ ખબરોમાં કોઇ હકિકત નથી. દીપિકા કક્કરની પ્રેગ્નેંસીની ખબર સોશિયલ મીડિયા પર ફેલાતા જ કપલને લોકો શુભકામના આપી રહ્યા હતા. ચાહકો સાથે સાથે સંબંધીઓ અને નજીકના મિત્રો પણ શુભકામના આપવા લાગ્યા હતા. સાથે જ આ ખબર છૂપાવવા માટે તેઓ ફરિયાદ પણ કરી રહ્યા હતા.

Krishna Patel