36 વર્ષની ઉંમરમાં મમ્મી બનવાની છે ટીવીની આભિનેત્રી, જાહેર કરી પોતાની ડિલિવરી ડેટ, વીડિયોમાં ફ્લોન્ટ કર્યો બેબી બમ્પ, જુઓ

શોએબ સાથે લગ્ન કરવા વાળી દીપિકાએ પોતાની ડિલિવરી ડેટનો ખુલાસો, વીડિયોમાં ફ્લોન્ટ કર્યો બેબી બમ્પ, જુઓ

સેલેબ્રિટીઓ સાથે જોડાયેલી દરેક અપડેટ તેમના ચાહકો જાણવા માંગતા હોય છે. મોટાભાગના સિતારાઓ તેમના અંગત જીવન વિશે પણ ચાહકો સાથે ખુલીને સોશિયલ મીડિયામાં વાત પણ કરતા હોય છે. ત્યારે સેલેબ્સના જીવનમાં આવતી ખુશીઓથી પણ ચાહકો ખુબ જ ખુશ ખુશાલ થઇ જતા હોય છે. ત્યારે હાલ ટીવીની સૌથી ખ્યાતનામ અભિનેત્રીઓમાથી એક એવી દીપિકા કક્કરે ચાહકો સાથે એક ખુશ ખબરી શેર કરી છે.

અભિનેત્રી દીપિકા કક્કડ અવારનવાર તેના વ્લોગ માટે હેડલાઇન્સમાં રહે છે. દીપિકા ટૂંક સમયમાં તેના ઘરે એક નાનકડા મહેમાનનું સ્વાગત કરવા જઈ રહી છે. દીપિકા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે, જ્યાંથી તેણે તેના બેબીમૂનની તસવીરો પણ ફેન્સ સાથે શેર કરી છે. હાલમાં જ દીપિકાનો લેટેસ્ટ વીડિયો સામે આવ્યો છે, જેમાં તે તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.

એટલું જ નહીં દીપિકાએ આ વીડિયોમાં પોતાની ડિલિવરી ડેટનો પણ ખુલાસો કર્યો છે. દીપિકા પોતાના વીડિયોને લઈને સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચામાં રહે છે. દીપિકા અને શોએબ ઈબ્રાહિમ ટૂંક સમયમાં તેમના પ્રથમ બાળકનું સ્વાગત કરવા જઈ રહ્યા છે. આ વાયરલ વીડિયોમાં દીપિકા મીડિયામાં જોવા મળી રહી છે. આ દરમિયાન દીપિકાએ મીડિયા સાથે વાત કરી અને તેમનો આભાર પણ માન્યો.

વીડિયોમાં દીપિકા એવું કહેતી પણ જોવા મળી હતી કે બહુ જલ્દી અમારા ઘરમાં કિલકારી ગૂંજશે. ત્યારે જ પાછળથી કોઈએ 21મી તારીખ કહી અને દીપિકા તેના માટે સંમત થઈ ગઈ. આ પછી, દીપિકાના ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે દીપિકાના બાળકનો જન્મ 21 તારીખે થવાનો છે. દીપિકાના આ વીડિયો પર યુઝર્સ કોમેન્ટ કરતા જોવા મળી રહ્યા છે. કેટલાક લોકોએ એક્ટ્રેસને ઓવર એક્ટિંગ માટે ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું.

એક યુઝરે લખ્યું, તે કેટલી ઓવર એક્ટિંગ કરે છે. અન્ય એક યુઝરે લખ્યું કે, પ્રેગ્નેન્સીમાં કોણ હીલ્સ પહેરે છે, આ કેટલું કેરિંગ છે, કોણ નથી જાણતું કે આ સમયે શું કરવું. અન્ય એક યુઝરે લખ્યું કે, તેમની ડિલિવરી ડેટ જાણ્યા પછી શું કરીશું.  તમને જણાવી દઈએ કે આ પહેલા દીપિકાએ ટ્રોલ પર પ્રહારો કર્યા હતા. દીપિકાએ વીડિયો શેર કર્યો અને તેના પતિ શોએબ ઈબ્રાહિમે પણ વીડિયો દ્વારા વાહિયાત વાતો પર નારાજગી વ્યક્ત કરી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Niraj Patel