દીપિકા કક્કર અને તેનો દીકરો હોસ્પિટલથી થયા ડિસ્ચાર્જ, પતિ શોએબ ઇબ્રાહિમ સાથે લાડલાને લઇને પહોંચી ઘરે- પહેલી ઝલક આવી સામે

Dipika Kakar and her newborn son get discharged : ટીવી ઇન્ડસ્ટ્રીના લોકપ્રિય કપલ દીપિકા કક્કર અને શોએબ ઈબ્રાહિમ થોડા સમય પહેલા જ એક પુત્રના પેરેન્ટ્સ બન્યા છે. અભિનેત્રીએ 21 જૂને સવારે પુત્રને જન્મ આપ્યો હતો. પરંતુ પ્રીમેચ્યોર ડિલીવરીને કારણે એનઆઈસીયુમાં તેને રખાયો હતો. જો કે, 8 જુલાઈની રાત્રે અભિનેતાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર માહિતી આપી કે તેને બહાર લાવી દેવામાં આવ્યો છે અને તબિયતમાં પણ ઘણો સુધારો જોવા મળ્યો છે.

અભિનેત્રી તેના લાડલા સાથે પહોંચી ઘરે
ત્યારે હવે કપલના ફેન્સ માટે એક સારા સમાચાર છે. દીપિકાને અને તેના પુત્રને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે અને કપલ 10 જુલાઈએ બાળકને લઈને ઘરે પહોંચ્યો હતો. આ દરમિયાનનો વીડિયો પણ સામે આવ્યો છે. દીપિકા કક્કરને વર્ષ 2022માં કસુવાવડ થઈ હતી. આ કારણે, તેણે થોડા મહિનાઓ પછી ચાહકોને બીજી પ્રેગ્નેંસીના સમાચાર આપ્યા. બધા ચાહકો નાના મહેમાનના આગમનની રાહ જોઈ રહ્યા હતા.

દીપિકાની થઇ પ્રીમેચ્યોર ડિલીવરી
20 જૂને શોએબ ઈબ્રાહિમનો જન્મદિવસ મનાવીને બધા ઘરે પાછા ફર્યા ત્યારે દીપિકાની વોટર બેગ લગભગ 3 વાગ્યાની આસપાસ ફાટી ગઈ. તરત જ તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી અને તેની પ્રીમેચ્યોર ડિલીવરી થઇ. જો કે બાળકની હાલત ઠીક ન હોવાથી તે ડોક્ટરોની દેખરેખમાં હતો. જો કે અભિનેત્રીને ડિલિવરીના 4-5 દિવસ પછી રજા આપવામાં આવી હતી પરંતુ બાળકના કારણે તે ઘરે ગઈ નહોતી. આવી સ્થિતિમાં હવે 19-20 દિવસ બાદ અભિનેત્રી તેના લાડલા સાથે ઘરે પહોંચી છે.

દીપિકા કક્કર અને શોએબ ઈબ્રાહિમ તેમના પુત્ર સાથે પહેલીવાર જોવા મળ્યા
દીપિકા કક્કર અને તેના પુત્રને 10 જુલાઈ 2023ની સવારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ દરમિયાન શોએબ ઈબ્રાહિમ પણ જોવા મળ્યો હતો. શોએબ તેના પુત્રને બાહોમાં લઈ જઇ રહ્યો હતો. પિતાના ખોળામાં નવજાત શિશુ પણ શાંતિથી સૂઈ રહ્યું હતુ. જ્યારે ન્યુ મોમી ડેડી હોસ્પિટલમાંથી બહાર આવ્યા ત્યારે ત્યાં પેપરાજી પણ હાજર હતા અને તેમણે પેપરાજીને પોઝ પણ આપ્યો હતો. શોએબ બ્લેક આઉટફિટમાં હંમેશાની જેમ હેન્ડસમ લાગી રહ્યો હતો. જ્યારે દીપિકા પણ ગુલાબી સૂટમાં સુંદર લાગી રહી હતી. નવી મમ્મી બનેલી દીપિકાના ચહેરા પર ચમક સ્પષ્ટ જોવા મળી રહી હતી.

શોએબ અને દીપિકાએ માતા-પિતા તરીકે પ્રથમ ઈદની કરી હતી ઉજવણી
30 જૂન, 2023 ના રોજ ઇન્સ્ટા સ્ટોરી પર શોએબ ઇબ્રાહિમે તેની પત્ની દીપિકા અને સમગ્ર પરિવાર સાથે હોસ્પિટલમાં ઇદની ઉજવણી કરતા એક ઝલક શેર કરી હતી. પુત્રના જન્મ પછી શોએબ અને દીપિકાની આ પહેલી ઈદ હતી. તસવીરમાં દીપિકા ખૂબ જ ખુશ દેખાતી હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina