ત્રીજીવાર પ્રેગ્નેટ છે રાહુલ મહાજનની એક્સ વાઇફ ડિંપી ગાંગુલી, જુઓ બેબીબમ્પની ખૂબસુરત તસવીરો

માત્ર આટલી ઉંમરમાં ત્રીજીવાર મમ્મી બનવા જઇ રહી છે આ હિરોઇન, 4 મહિના રહી ચૂકી છે રાહુલ મહાજનની પત્ની

આ દિવસોમાં આલિયા ભટ્ટથી લઈને સોનમ કપૂર સુધી ઘણી અભિનેત્રીઓ તેમનો પ્રેગ્નેંસી ફેઝ એન્જોય કરી રહી છે અને ટૂંક સમયમાં જ તેમના બાળકોને જન્મ આપવા જઈ રહી છે. આ દરમિયાન હવે અભિનેત્રી ડિમ્પી ગાંગુલીએ સોશિયલ મીડિયા પર તેના મેટરનિટી શૂટની તસવીરો શેર કરી છે. ડિમ્પી ગાંગુલી ‘બિગ બોસ 8’ની સ્પર્ધક રહી ચૂકી છે અને રસપ્રદ વાત એ છે કે ડિમ્પી ત્રીજી વખત પ્રેગ્નેટ છે.

ડિમ્પીના સોશિયલ મીડિયા પર નજર નાખતા સ્પષ્ટ થાય છે કે તે તેના પ્રેગ્નેંસી ફેઝને ખૂબ જ માણી રહી છે અને તેના પરિવાર અને બાળકો સાથે વધુને વધુ સમય વિતાવી રહી છે. રાહુલ મહાજન સાથે છૂટાછેડા લીધા બાદ ડિમ્પીએ વર્ષ 2015માં દુબઈ સ્થિત બિઝનેસમેન રોહિત રોય સાથે લગ્ન કર્યા હતા. ડિમ્પી અને રોહિત પહેલેથી જ એક પુત્રી અને એક પુત્રના પેરેન્ટ્સ છે. ત્યાં ડિમ્પી હવે ત્રીજી વખત પ્રેગ્નેટ છે.

આ વિશેની માહિતી તેણે સોશિયલ મીડિયા પર કેટલાક મહિના પહેલા શેર કરી હતી. હાલમાં તો ડિમ્પી ઇન્સ્ટાગ્રામ પર તેના મેટરનીટી ફોટોશૂટની તસવીરો શેર કરી રહી છે. ડિમ્પીએ પ્રેગ્નેંસીની ખુશખબરી તેના બાળકો સાથેની તસવીર શેર કરી જણાવી હતી. ડિમ્પી ગાંગુલીએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી, જેમાં કફ્તાન ડ્રેસ પહેરીને તેના પુત્રને તેની બાહોમાં લઈ જતી જોવા મળી રહી છે. દીકરી તેના બેબી બમ્પ પર કિસ કરતી જોવા મળી હતી.

ફોટોમાં ડિમ્પી ખૂબ જ ખુશ પણ દેખાઈ રહી હતી. તમને જણાવી દઈએ કે રાહુલ મહાજન અને ડિમ્પી ગાંગુલીએ રિયાલિટી શો ‘સ્વયંવર’માં લગ્ન કર્યા હતા. તેમના લગ્ન ખૂબ જ ચર્ચામાં રહ્યા હતા, પરંતુ લગ્નના લગભગ 4 મહિના પછી બંને વચ્ચે છૂટાછેડા શરૂ થઈ ગયા હતા. ડિમ્પીએ રાહુલ પર મારપીટનો આરોપ લગાવ્યો અને બંનેએ છૂટાછેડા લઈ લીધા. રાહુલ સાથે છૂટાછેડા લીધા પછી, ડિમ્પીએ બિઝનેસમેન રોહિત રોય સાથે લગ્ન કર્યા અને બંને હાલ સુખી લગ્ન જીવન જીવી રહ્યા છે.

દુબઈના શ્રેષ્ઠ બિઝનેસમેન રોહિત રોય સાથે લગ્ન બાદ 2016માં તેમના ઘરે દીકરીનો જન્મ થયો હતો. ત્યારબાદ તેણે જુલાઈ 2020 માં લોકડાઉન સમયે તેના પુત્રનું સ્વાગત કર્યું. હવે ત્રીજી વખત ડિમ્પી અને રોહિત માતા-પિતા બનવા જઈ રહ્યા છે.

Shah Jina