Dolo વેચી કમાયા 400 કરોડ, 20 વર્ષ ભાડાના મકાનમાં રહ્યા બાદ હવે ખરીદ્યો 66 કરોડનો આલીશાન બંગલો

કોરોનામાં સૌથી વધારે વેચાઇ આ ડોલો, હવે માલિકે 66 કરોડ રૂપિયામાં ખરીદ્યો નવો લક્ઝુરીયસ બંગલો, અંદરની તસવીરો જુઓ

Dolo owner Dilip Surana house : તમે તાવની દવાનું નામ ‘ડોલો’ (DOLO) તો સાંભળ્યું જ હશે ! આ દવા કોરોના સમયગાળા દરમિયાન એટલી પ્રખ્યાત થઈ કે તે લગભગ દરેક ઘર સુધી પહોંચી ગઈ. DOLO 650 બનાવનારી કંપનીનું નામ માઇક્રો લેબ્સ છે અને દિલીપ સુરાના (dilip surana) આ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર છે. તેમણે હાલમાં જ બેંગ્લોરમાં 66 કરોડનો લુઈસ બંગલો ખરીદ્યો છે, જે શહેરના સૌથી વૈભવી બંગલાઓમાંનો એક છે. દિલીપ સુરાનાનો બંગલો 12043 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલો છે અને તેનો બિલ્ટ-અપ એરિયા 8373 સ્ક્વેર ફૂટ છે.

મની કંટ્રોલના રિપોર્ટ અનુસાર સુરાનાએ આ બંગલો જી રાજેન્દ્ર કુમાર, મનુ ગૌતમ અને સાધના પાસેથી ખરીદ્યો છે. તેમણે આ બંગલા માટે સરકારી તિજોરીમાં 3.36 કરોડ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવી હતી. ખૂબ ઓછા લોકો જાણે છે કે દિલીપ સુરાનાનો પરિવાર બેંગ્લોરમાં ભાડાના એપાર્ટમેન્ટમાં રહેતો હતો. 20 વર્ષ ભાડાના મકાનમાં વિતાવ્યા બાદ તેમણે કરોડોનો બંગલો પોતાના નામે કર્યો.

દિલીપ સુરાનાના પિતાનું માનવું હતું કે ઘર કે અન્ય કોઈ મિલકતમાં પૈસા રોકવાને બદલે કંપનીમાં રોકાણ કરો અને પરિવારે તે જ કર્યું. દિલીપ સુરાનાની માઈક્રો લેબ્સ ડાયાબિટીસથી લઈને પેઈનકિલર સુધીની દવાઓ બનાવે છે. ફાઇનાન્શિયલ એક્સપ્રેસના એક રિપોર્ટ અનુસાર, કંપનીની વાર્ષિક આવક 4000 કરોડની નજીક છે. વર્ષ 2020 દરમિયાન કંપનીએ માત્ર ડોલોનું વેચાણ કરીને 400 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જ્યાં કોરોના પહેલા માઇક્રો લેબ્સ ડોલોની સાડા સાત મિલિયન સ્ટ્રીપ્સ વેચતી હતી,

ત્યાં રોગચાળામાં આ દવાનો વપરાશ બમણો થઈ ગયો. તેની અસર આવક પર પણ જોવા મળી હતી. માર્ચ 2019 અને માર્ચ 2021 વચ્ચે કંપનીના નફામાં 244% નો વધારો થયો છે. માઈક્રો લેબ્સની સ્થાપના દિલીપ સુરાનાના પિતાએ કરી હતી. તે નોકરીની શોધમાં વર્ષ 1973માં રાજસ્થાનથી બેંગલુરુ આવ્યા અને એકાઉન્ટન્ટ હતા. થોડો સમય દિલ્હીમાં એક કંપનીમાં ડિસ્ટ્રીબ્યુટર તરીકે કામ કર્યું. ત્યારબાદ 5 પ્રોડક્ટ્સ સાથે માઈક્રો લેબ્સનો પાયો નાખવામાં આવ્યો.

વર્ષ 1983માં દિલીપ સુરાનાએ કંપનીમાં પ્રવેશ કર્યો અને કંપનીએ દેશના વિવિધ શહેરોમાં ફેક્ટરીઓ શરૂ કરી. માઈક્રો લેબ્સ લગભગ એક ડઝન રોગોની દવાઓ બનાવે છે. જેમાં આંખથી માંડીને ત્વચા, હૃદય, ડાયાબિટીસ, માનસિક બીમારીની દવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ કંપનીનું મુખ્ય ઉત્પાદન તાવની દવા DOLO છે. કંપનીએ તેને વર્ષ 1993માં લોન્ચ કર્યું હતું. રીપોર્ટ્સ અનુસાર, દિલીપ સુરાના પરિવારની કુલ સંપત્તિ 26600 કરોડ રૂપિયા છે.

Shah Jina