દિલીપ કુમાર અધધધ કરોડની પ્રોપર્ટી છોડીને જતા રહ્યા, 1950માં લાખ રૂપિયા હતી ફીસ

કોઇ જમાનામાં 36 રૂપિયા કમાતા હતા દિલીપ કુમાર, જાણો કેટલા કરોડની પ્રોપર્ટી છોડીને અલવિદા કહ્યું

બોલિવુડના શાનદાર અભિનેતાઓ અને શરૂઆતી સુપરસ્ટાર્સમાં સામેલ દિલીપ કુમારનું અસલી નામ મોહમ્મદ યુસૂફ ખાન છે. પરંતુ દિગ્ગજ અદાકારા દેવિકા રાનીએ તેમનું નામ બદલીને દિલીપ કુમાર રાખ્યુ હતુ. દિલીપ કુમારનો જન્મ11 ડિસેમ્બર 1922ના રોજ પાકિસ્તાના પેશાવરમાં થયો હતો. દિલીપ કુમારને ભારતીય સિનેમાના ટ્રેજેડી કિંગના નામે પણ ઓળખવામાં આવે છે.

12 ભાઇ-બહેનોમાંના એક દિલીપ કુમારનું બાળપણ ઘણુ જ તંગહાલીમાં વીત્યુ હતુ. ભાગલા સમયે તેમનો પરિવાર પાકિસ્તાનથી ભારત આવ્યો અને મુંબઇમાં રહેવા લાગ્યો. તે દિવસોમાં પુણેના એક આર્મી ક્લબમાં સૈંડવિચ સ્ટોલ પર તેઓએ નોકરી કરવાની શરૂ કરી હતી.તેમની પહેલી સેલેરી 36 રૂપિયા હતી.

દિલીપ કુમારની પહેલી ફિલ્મ “જ્વાર ભાટા” હતી જે 1944માં રીલિઝ થઇ હતી. તે બાદ “અંદાજ” “આન” અને “દાગ” જેવી ફિલ્મોમાં તેમણે મહત્વનું પાત્ર નિભાવ્યુ હતુુ. દિલીપ કુમારને સુપરસ્ટારની ઓળખ 1955માં રિલીઝ થયેલ ફિલ્મ “દેવદાસ”થી મળી હતી.

દિલીપ કુમારે 1976માં બ્રેક લીધો પરંતુ તેમણે ફિલ્મ “ક્રાંતિ”માં શાનદાર ભૂમિકા સાથે વાપસી કરી હતી. તેઓ તેમના કામને લઇને ગંભીર હતા અને આ જ કારણ છે કે તેઓ લગભગ 25 વર્ષની ઉંમરમાં જ દેશના નંબર 1 અભિનેતા બની ગયા હતા.

દિલીપ કુમારનો મુંબઇના બાંદ્રાના પાલી હિલમાં એક શાનદાર બંગલો છે. એવું જણાવવામાં આવે છે કે તેની કિંમત લગભગ 350 કરોડ આસપાસ છે. જો કે, આ બંગલાનો લઇને ઘણા લાંબા સમય સુધી વિવાદ ચાલી રહ્યો હતો. પરંતુ તે બાદ આ બંગલા પર અધિકાર દિલીપ કુમાર અને તેમની પત્ની સાયરા બાનો પાસે છે.

2000 વર્ગ મીટરનું દિલીપ કુમારનું ઘર મુંબઇના પોશ વિસ્તાર પાલી હિલમાં છે. આ વિસ્તારમાં બોલિવુડની ઘણી હસ્તિઓનું ઘર છે. જેમ કે, ઋષિ કપૂર, આમિર ખાન અને સંજય દત્ત…દિલીપ કુમારને આ ઘરથી ઘણો લગાવ છે. કારણ કે તેમને તેમનું અધિકાંશ જીવન અહીં જ વિતાવ્યુ છે.

દિલીપ કુમારે તેમના જીવનમાં 604 કરોડ 63 લાખથી વધારેની સંપત્તિ બનાવી છે. પાકિસ્તાની ખબર પખ્તુનખ્વા સરકારે દિલીપ કુમારના પૈતૃક ઘરની કિંમત 80,56,000 રૂપિયા નક્કી કરી છે.

દિલીપ કુમારે અભિનયની દુનિયાથી રાજનીતિ સુધીની સફર કરી છે. તે સાંસદ પણ બન્યા. તમને જણાવી દઇએ કે, દિલીપ કુમાર તેમના જમાનાના સૌથી વધુ ફીસ લેનાર અભિનેતા હતા. 1950ના દાયકામાં તેઓ એક ફિલ્મ માટે એક લાખ ફીસ ચાર્જ કરતા હતા, જે એ સમયમાં ઘણી વધારે હતી.

દિલીપ કુમારને 8 ફિલ્મ ફેર એવોર્ડથી નવાજવામાં આવ્યા છે, આ ઉપરાંત તેઓ 19 વાર ફિલ્મફેર નોમિનેશનમાં આવ્યા તેમને દાદા ફાળકે એવોર્ડ અને પદ્મ ભૂષણથી પણ નવાજવામાં આવ્યા છે. વર્ષ 1966માં તેમણે સાયરો બાનો સાથે લગ્ન કર્યા હતા. તે સમયે તેમની ઉંમર 44 વર્ષની હતી અને સાયરા બાનો 22 વર્ષના હતા. વર્ષ 1980માં તેમને આસમા નામની મહિલા સાથે બીજા લગ્ન કર્યા હતા, પરંતુ આ લગ્ન વધારે સમય ચાલ્યા ન હતા.

દિલીપ કુમાર અને મધુબાલાની સ્ટોરી પણ ઘણી ચર્ચામાં રહી પરંતુ તેમના સંબંધ માટે ઘરવાળા રાજી ન થયા, જેને કારણે તેમનો સંબંધ ખત્મ થઇ ગયો. દિલીપ કુમાર અને મધુબાલાનો સંબંધ વર્ષ 1951માં ફિલ્મ “તરાના”ના સેટથી શરૂ થયો હતો.

દિલીપ કુમાર મધુબાલા સાથે લગ્ન કરવા ઇચ્છતા હતા. પરંતુ મધુબાલાના પિતા ઉતાઉલ્લાહ ખાનને દિલીપ કુમાર પસંદ આવ્યા ન હતા. એવું કહેવામાં આવે છે કે, બીઆરની ફિલ્મની શુટિંગ માટે મધુબાલા અને દિલીપ કુમારને મધ્યપ્રદેશ જવાનું હતુ પરંતુ તેમના પિતાએ ના કહી દીધી હતી. જેને કારણે મધુબાલાએ શુટિંગ કરવાની ના કહી દીધી હતી.

 

Shah Jina